Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સોમનાથના દરિયામાં એક જ પરિવારના ડૂબી જતા યુવતિના મોત બાદ કિશોરની લાશ બીજા દિ'એ મળી આવી

પ્રભાસપાટણ, તા. ૨૦ :. સોમનાથ મહાદેવ મંદિરના દરીયામાં તા., ૧૮-૧૦-૧૮ ન્હાવા પડેલ પરિવારમાના એક યુવતીનું મોત થયેલ અને કિશોરવયના બન્ને દરીયામાં ગરક થયેલ જે તા. ૧૯-૧૦-૧૮ના રોજ વહેલી સવારના ૭ વાગ્યે સોમનાથ પાસેથી દરીયામાંથી તેમનો મૃતદેહ મળી આવતા દરીયા કિનારે પરિવારનું હૈયાફાટ રૂદનનો દરીયો છલકાયો હતો. શ્રેય પાંડે (ઉ.વ.૨૦)નો મૃતદેહ તો ઘટના પછી તુરંત મળી આવેલ પરંતુ કાર્તિક પાંડે (ઉ.વ.૧૬) રે. અમદાવાદનો દરીયામાં પત્તો ન મળતા સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ ઉપેન્દ્ર ફોદાળા, સુરૂભા જાડેજા, ઉમેદસિંહ જાડેજા રાતભર સોમનાથ ટ્રસ્ટ સ્ટાફ, ગૌ સેવા યુવક મંડળ અને ગામના સેવાભાવી લોકો સાથે સમગ્ર દરીયાકાંઠો દરીયામાં ગરકાવ થયેલ. કિશોરને શોધવા બેટરી સંદેશ ઉપકરણો તથા સરકારી તંત્ર સાથે સંકલનમાં દરીયો ખુંદી વળ્યા હતા. સોમનાથ ટ્રસ્ટની ટીમ વર્ક સાથે સમગ્ર સ્ટાફને સ્યવંભુ સ્વેચ્છાએથી જોડતી દુઃખી પરિવારને   આત્મીયજન   રૂપે  સેવા નોંધનીય છે.

સોમનાથ ટ્રસ્ટ તરફથી ઘટના બન્યાની જાણ થતા જ તેના પરિવારને સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહમાં રહેવા-જમવા અને પોસ્ટમોર્ટમ રૂમ કે દવાખાને જવા ખાસ વાહન - સ્ટાફ - મહિલા સ્ટાફ ફાળવી તેની મદદમાં રહેલ હતો. મૃતકોની અંતિમક્રિયા સોમનાથમાં જ થવાની હોય તેમની માટે હિન્દુ રીવાજ મુજબ વિધિ કરાવવા સોમનાથ ટ્રસ્ટે મીથીલેશભાઈ દવે પૂજારી સોમનાથને સ્મશાન ગૃહે ગોઠવણ કરી હતી.

વેણેશ્વર પાસે આવેલ ગૌ સેવા યુવક મિત્ર મંડળના તમામ સભ્યોએ અંતિમક્રિયાની તૈયારીઓ મૃતદેહને લઈ જવા માટે તેમના વાહનો આપીને રાત્રીભર બરફમાં મૃતદેહને રાખવા ગોઠવાયેલ વ્યવસ્થા સહિતની સેવાઓ કરેલ હતી.

નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાનીએ પણ પરિવાર સાથે રહી સાંત્વના અને માનવ સેવા બજાવી હતી.(

(11:53 am IST)