Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ડ્રોન સીસ્ટમનો પહેલીવાર ઉપયોગ

સુરેન્દ્રનગરઃ-સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા તથા ખનિજ ચોરો સામે કડક કાર્યવાહી કરવાના હેતુસર તા.૧૬/૯/૨૦૧૮ના રોજ જિલ્લાની ભોગાવો નદી પટ વિસ્તારમાં સાદી રેતી ખનિજ ચોરીની વિવિધ ફરિયાદોને લક્ષમાં રાખી મેમકા, નાના કેરાળા, બલદાણા વિગેરે ગામોમાં ડ્રોનનો  સૌ પ્રથમવાર ઉપયોગ કરી અંદાજીત ૮૦.૦૦ લાખના વાહનો જેવા કે, ડમ્પરો સહિત સાદી રેતી ખનિજ ઉપરાંત બ્લેકટ્રેપ ખનિજ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં જણાવાયું છે કે, જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ડ્રોન ઉડયનનો આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવેલ છે. જે સફળ થયેથી ખનિજ માફીયાઓને પકડવા અને ખનિજ ચોરી ડામવા આ સીસ્ટમનો ઉપયોગ મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવું ભુસ્તરશાસ્ત્રી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું સુરેન્દ્રનગરની  યાદીમાં જણાવાયું છે.

બાગાયત ખાતાની યોજનાઓનો લાભ અનુરોધ

સુરેન્દ્રનગરઃ-  જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂત ભાઈઓને જણાવાયું છે કે, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા.૧૩/૯/૨૦૧૮ થી તા.૨૨/૯/૨૦૧૮ સુધી  જ્ઞ્ત્ર્ફૂફુ્યદ્દ  પોર્ટલ ખોલવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રોએ વર્ષ-૨૦૧૮-૧૯ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ફળપાક વાવેતર, શાકભાજી વાવેતર, શાકભાજીમાં કાચા મંડપ તથા ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, ટુલ્સ ઈકવીપમેન્ટ/શોર્ટિંગ ગ્રેડીંગના સાધનો/ પીઅ એચ એમના સાધનો, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, સરગવાની ખેતી, બાગાયતી પાકોના પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય તથા વોટર સોલ્યુબલ ખાતરમાં ઓન લાઈન અરજી કરવાની હોય તેમણે જણાવેલ સમય મર્યાદામાં ઓન લાઈન અરજી જ્ઞ્ત્ત્ત્ર્ફુ્યદ્દ.િં્યસ્ત્ર્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁ વેબસાઈટ પર કરી શકાય છે. વધુમાં આપ ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર, સાઈબર કાફે પરથી કરીશ કશો. ઓન લાઈન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોકનંબર-સી-૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગરને મોકલી આપવ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(1:50 pm IST)