Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોરબીમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીઃ યાર્ડમાં ૯ વેપારીઓને દંડ : ૪૦ કિલો પ્લાસ્ટીક જપ્ત

મોરબી તા. ૨૦ : નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે કાર્યરત ટીમે માર્કેટિંગ યાર્ડમાં ચેર્કીંગ હાથ ધર્યું હતું જેમાં નવ વેપારીઓને દંડ ફટકાર્યો છે તેમજ પ્લાસ્ટીકનો જથ્થો અને પ્લાસ્ટીકના ગ્લાસ જપ્ત કરવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ઘ કર્યા બાદ પાલિકાની ટીમો ચેકિંગ કરી રહી છે. જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતેની દુકાનોમાં ચેકિંગ કરતા નવ જેટલા વેપારીઓને ૧૮૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તેમજ ૪૦ કિલો પ્લાસ્ટિક અને ૨૪૦૦ પ્લાસ્ટિકના ગ્લાસ જપ્ત કરવામાં આવ્યા છે.

(1:49 pm IST)