Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ટંકારાનાં ઓટાળા ગામે અજાણ્યા વાહને બળદ ગાડાને હડફેટે લેતા પ્રવિણભાઇ ઘોડાસરાને ઇજા

ટંકારા તા. ર૦: તાલુકાના ઓટાળા ગામના ખેડુત પ્રવિણભાઇ છગનભાઇ ઘોડાસરા વહેલી સવારે બળદ ગાડું લઇ પોતાના ખેતરે જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે બળદ ગાડાંને હડફેટે લીધેલ.

અજાણ્યા વાહને જોરદાર ટકકર મારતા ખેડુત પ્રવિણભાઇ છગનભાઇ ઘોડાસરા તથા બળદોને ભારે ઇજા થયેલ છે. જયારે બળદ ગાડું ભાંગીને ભુકકો થયેલ છે.

(1:48 pm IST)