Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જાફરાબાદનાં ૨ શખ્સોની બોટમાંથી વાયરલેસ સેટની ચોરીમાં ધરપકડ

રાજુલા, તા. ૨૦ :. પોલીસ અધિક્ષક શ્રી અમરેલી તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા ડિવીઝન તેમજ સીપીઆઈ શ્રી રાજુલા સર્કલનાઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે પો. સબ ઈન્સ. વી.એલ. પરમાર તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટાફને એવી હકીકત મળે કે ચોરીમાં ગયેલ વાયરલેસ સેટ નંગ-૨ બે ઈસમો મો.સા. લઈને શિયાળબેટ પીપાવાવ પોર્ટ જેટી ઉપર વેચવા આવેલ છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટાફ શિયાળબેટ પોર્ટ જેટી પર તપાસ કરતા બે ઈસમો બંધ હાલતમાં મો.સા. સવાર થઈને બેઠેલા અને તેમની વચ્ચે પાછળના ઈસમના ખોળામાં પ્લાસ્ટીકની થેલીમાં પંચો રૂબરૂ તપાસ કરતા સદરહું ચોરીમાં ગયેલ વાયરલેસ સેટ નંગ ૨ હોવાનું જણાવતા કિં. રૂ. ૪૦,૦૦૦ તથા મો.સા. કિં. રૂ. ૧૦,૦૦૦ ગણી ઉપરોકત ગુન્હાના કામે હાજર મળી આવેલ ચોર ઈસમો (૧) શકીલ ઉર્ફે ગુંડા ઉસ્માનભાઈ દિવેલીયા (ઉ.વ.૨૪) જાતે તુર્કી મુસ્લિમ રહે. તુર્કી મહોલ્લા લાઈટ હાઉસ રોડ જાફરાબાદ (૨) આદિલ ઉર્ફે મસ્તાન હબીબભાઈ સોરઠીયા (ઉ.વ.૨૫) જાતે તુર્કી મુસ્લિમ રહે. તુર્કી મહોલ્લા મસ્જિદ પાસે જાફરાબાદનાઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી પો. સબ ઈન્સ. વી.એલ. પરમાર હેડ કોન્સ. વિજુભા જાડેજા, હેડ કોન્સ. રણજીતસિંહ ચૌહાણ, હેડ કોન્સ. હિંમતભાઈ રાઠોડ, હેડ કોન્સ. કમલેશભાઈ વાઢેર, પો. કોન્સ. કનુભાઈ સાંખટ, પો. કોન્સ. મહેશભાઈ બારૈયા મરીન પીપાવાવ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

(1:45 pm IST)