Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગોંડલના હડમતાળામાં જુગાર રમતા છ પકડાયા

મહેશ, પરેશ, મુકેશ, દિનેશ, ગોવિંદ અને રાજેશની ધરપકડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૦ : ગોંડલના હડમતાળા ગામ પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ગોંડલના હડમતાળાની સીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ગોંડલના મહેશ ઉકાભાઇ મકવાણા, પરેશભાઇ મકવાણા, મુકેશભાઇ હરીભાઇ મકવાણા, દિનેશ ધીરૃભાઇ સોલંકી, ગોવિંદભાઇ ગોરધનભાઇ ગોહેલ અને રાજેશ નાથાલાલ નંદાને તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.કે. ગઢવી સહિતે રૃા. ૪૩૦૦૦ની રોકડ રકમ સાથે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વરલીનો જુગાર રમાડતો

યુસુફ પઠાણ પકડાયો

ગોંડલ માર્કેટયાર્ડ પાસે યુસુફ કાળુભાઇ તુરક પઠાણ રહે. વોરા કોટડા રોડ, જેલ સામે, ગોંડલ માર્કેટયાર્ડ પાસે વરલી ફીચરના આંકડા પર જુગાર રમતો હોય સીટી પોલીસના આર.ડી. ઝાલા અને ભગીરથસિંહ જાડેજાએ રોકડા રૃા. ૧૧૭પ૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. (૮.પ)

(12:46 pm IST)