Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઉનામાં બપોરબાદ ૫૨ થી વધુ તાજીયા પડમાં આવશે : બપોરબાદ જુલુસ

ઉના તા ૨૦ :  પવિત્ર મહોરમ માસની ઉજવણી ભકિત ભાવપૂર્વક જુદી જગ્યાએ સબિલો બનાવી ૧૦ દિવસ મિજલીસ શરૃ  હતી. આજ. પર થી વધુ કલાત્મક જુદી જુદી કમીટીએ યુવક મંડળ દ્વારા બનાવેલ તે બપોરબાદ પડમાં આવશે.

આખી રાત ચોકારા લેવાશે તથા ૧ શુક્રવારે બપોરના ૨.૦૦ વાગ્યા બાદ તાજીયાઓ ના પર પરમીટ વાળા તથા અન્ય માનતાઓના તાજીયાનું જુલુસ કોર્ટ વિસ્તારમાં ફરશે અને ઉના શહેર તથા તાલુકા ભરમાંથી લોકો તાજીયાના દર્શન કરવા ઉમટી પડશે. આખી રાત જુલુસ ફરી વહેલી સવારે નદીના પટમાં થઇ અંજાર જતા રોડ ઉપર બનાવેલ કરબલાની પ્રતિકૃતી ના પાણી ભરેલા હોજમાં ટાઢા કરાશે. સમગ્ર તાજીયાના જુલુસ શાંતીપૂર્વક યોજાય તે માટે ઉનાના પોલીસ ઇન્સ્પેકટ શ્રી પી. વસોયા અને રાજયગુરૃ તથા પી.એસ.આઇ ચુડાસમા ની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડનો બંદોબસ્ત જળવાશે. (૩.૧)

(12:12 pm IST)