Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કોટડાસાંગાણીમાં વિજ ધાંધીયાથી ત્રસ્ત ખેડૂતો દ્વારા રેલી-આવેદન

કોટડાસાંગાણી, તા.૨૦:  કોટડાસાંગાણીની પીજીવીસીએલની કામગીરીથી કંટાળી ખેડુતોએ ઉગ્ર સુત્રોચાર કરી મામલતદાર અને નાયબ ઈજનેર આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

એક તરફ ઓછા વરસાદથી કોટડાસાંગાણીના ખેડુતોનો પાક મુરજાઈ રહ્યો છે તેથી ખેડુતો સીંચાઈના પાણી પર પાકને બચાવી રહ્યા છે પરંતુ કોટડાસાંગાણીના વિજ ધાંધીયાથી કંટાળી ગયેલા ખેડુતોએ કિશાન સંઘના નેજા હેઠળ પીજીવીસીએલ કચેરીએ સુત્રોચાર કર્યા હતા. સાથે ખેડુતોના વિવિધ પ્રશ્નને લઈને પીજીવીસીએલમા અનેક વખત રજુઆત કરી હતી જેનો કોઈ ઉકેલ નહી આવતા આજે સો થી વધુ ખેડુતોએ રેલી યોજી નાયબ ઈજનેરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ ત્યારબાદ આ અંગે મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. કોટડાસાંગાણી વાડિ વિસ્તારમા જયારે કોઈ ફોલ્ટ સર્જાઈ છે ત્યારે પીજીવીસીએલ તંત્ર ઢિલાસ રાખીને તુરંત ફોલ્ટ શોલ કરતુ નથી અને પુરતો વીજ પુરવઠો પણ નહી આપતા હોવાથી ખેડુતો પાકને સીંચાઈ નહી કરી શકતા હોવાથી પાક મુરજાઈ રહ્યો છે તેથી ખેડુતોએ ઉગ્ર આવેદન પત્ર પાઠવી સુત્રોચાર કરી રજુઆત કરી હતી.(૨૩.પ)

 

(12:07 pm IST)