Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જામનગરના નવાગામ ઘેડમાં માતાએ ઠપકો આપતા પુત્રીનો આપઘાત

જામનગર તા. ૨૦ : અહીં નાવાગામ ઘેડ, ખડખડનગરમાં રહેતા લતીફભાઈ ઈસ્‍માઈલભાઈ ખફી એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, સુજાનબેન લતીફ ઈસ્‍માઈલ ખફી, ઉ.વ.૧૭ રે. ખડખડનગર, નવાગામઘેડ, જામનગરવાળાને તથા તેની બહેન શાહીનાબેનને તેઓની માતાએ ઠપકો આપતા માઠુ લાગી આવતા પોતાની રીતે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

રસોઇ બનાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ક્રીપાલસિંહ પ્રતાપસિંહ સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, કુદરત બંગલો, રણજીત સાગર રોડ પર અભય બચુભાઈ મારકણા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્‍લાસ્‍ટીકની બોટલ પ૦૦ એમ.એલ. ભરેલ જેની કિંમત રૂા.૩૦૦ તથા સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-સી.બી.-૭૧૮પ જેની કિંમત રૂા.૩૦,૦૦૦ તથા સ્‍પાઈસ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂા.પ૦૦ના કુલ મુદામાલ ૩૦૮૦૦ની સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી ભીખુભા દેવાજી જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

મોટીગોપ ગામે જગ્‍યા  બાબતે મારમાર્યાની રાવ

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કિશોરભાઈ કાનજીભાઈ મહેતા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટીગોપ, ખારીવાડી ગોપ માં આ કામના ફરીયાદી કિશોરભાઈ પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા ત્‍યારે પ્રવિણ ઉર્ફે પલીયો પ્રેમજીભાઈ મહેતા, ભાવેશ ઉર્ફે બુધીયો નાનજીભાઈ દવે, કરશન ગોરધનભાઈ મહેતા, રે. મોટીગોપ તા.જામજોધપુર, જિ.જામનગરવાળાઓ લાકડી, ધારીયા, પાઈપ, લઈ ફરીયાદ કિશોરભાઈને કહેલ કે આ વાડીમા અમારો હક છે તે મારા હકની જગ્‍યાએ બળદ કે કોઈપણ ઉપયોગ કરતો નહીં  તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે ધારીયા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી માથામા ધારીયાનો ઘા મારી ગંભીર ઈજા કરી તેમજ લાકડી વડે પગમાં મારતા જમણા પગમાં ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટ સાહેબના હુકમના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

લોઠીયા ગામે કેબલ વાયર ચારાયાની રાવ

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં બસંતસિંહ બીશનસિંહ હીરાસિંહ મહેરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૮-ર૦૧૮ આ કામના આરોપીઓ એક કરતા વધારે અજાણ્‍યા ઈસમો એ લોઠીયા ગામે આવેલ ઈન્‍ડસ કંપનીની પેટાકંપની વોડાફોન મોબાઈલ કંપનીના ટાવર ફરતી બાંધવામાં આવેલ ફેન્‍સીંગ વાળી જગ્‍યામાં પ્રવેશી  કોપર ફીડર કેબલ પૈકીના ૩ર૦ મીટર જેટલો કેબલ કિંમત રૂા.૩૦,૦૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મયુરનગરમાં ટાવરમાંથી કેબલ ચોરાયાની રાવ

અહીં સીટી સી-પોલીસ સ્‍ટેશનમાં બસંતસિંહ બીશનસિંહ હીરાસિંહ મહેરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૯-ર૦૧૮ આ કામના ફરીયાદી બસંતસિંહના ઈન્‍ડુસ ટાવર્સ લી. કંપનીના ટાવરો ખોડીયાર કોલોની મયુરનગરમાં આવેલજે ઈન્‍ડુસ ટાવર્સ લી. કંપનીનો ટાવર વોડાફોન તથા એરસેલ કંપનીનો ટાવર આવેલ હોય તેમાં ફેંસીગવાળી જગ્‍યામાં પ્રવેશ કરી કોપર ફીડર કેબલ ૧૬૦ મીટર કિંમત રૂા.ર૪,૦૦૦નો તથા ગોકુલનગર મારૂતીનગરમાં આવેલ આઈડીયા કંપનીના ટાવરમાં ફેંસીગવાળી જગ્‍યામાં પ્રેવશ કરી કોપ ફીડર ૧ર૦ મીટર કિંમત રૂા.૧૮,૦૦૦નો મળી કુલ કેબલ ર૮૦ મીટર કિંમત રૂા. ૪ર,૦૦૦ના કેબલની કટીંગ કરી આ કામના આરોપીઓ એક કરતા વધારે અજાણ્‍યા ચોર ઈસમો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(11:55 am IST)