Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોટી વાવડીમાં ખેલ મહાકુંભ

વેળાવદર તા.૨૦ : મોટી વાવડી હાઇસ્કૂલના આચાર્ય ભરતભાઇ ગોરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગના પ્રયાસથી એન.એસ.એસ યુનિટ દ્વારા તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોએ એક વૃક્ષ વાવીને તેને દતક લીધુ હતુ. તેની જાળવણી માટેની પ્રતિબધ્ધતાએ સૌનુ અભિવાદન મેળવ્યુ હતુ.

ખેલ મહાકુંભનું આયોજન મોટી વાવડી હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યુ છે. જેમાં નિમ્નાકીત સ્પર્ધા માટે રજીસ્ટર સ્પર્ધકોએ વિવિધ શાળાઓમાં હાજર રહેવુ. સ્પર્ધાનો સમય સવારના ૮-૩૦ કલાકનો રહેશે. કાલે તા.૨૧માં રસ્સા ખેચ સુરનગર હાઇ., તા.રર ખોખો બહેનો તા. ૨૩ ખોખો ભાઇઓ મોટી વાવડી હાઇ., તા. ૨૪ એથ્લેટીક ભાઇઓ સુરનગર, તા.રપ એથ્લેટીક બહેનો, તા. ૨૬ કબ્બડી બહેનો તા. ૨૭ કબ્બડી ભાઇઓ માટે યોજાશે.(૪૫.૪)

(11:42 am IST)