Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પોરબંદરમાં મત્‍સ્‍ય બંદરનું સાંજે વિજયભાઇના હસ્‍તે ખાતમુહુર્ત

૧૧,૪૬ કરોડના ખર્ચે મત્‍સ્‍ય બંદર : ખારવા સમાજ આયોજીત રામદેવજી મહાપ્રભુજીના પ્રાગટય મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતઃ શોભાયાત્રા અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ

પોરબંદર તા. ર૦ : મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે પ વાગ્‍યે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સમસ્‍ત ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભુના પ્રાગટય દિન મહોત્‍સવમાં હાજરી આપશે. તેમજ મુખ્‍યમંત્રી મત્‍સ્‍ય બંદરના વિકાસ માટે રૂા. ૧૧,૪૬ કરોડની અને ખારવાવાડ વિસ્‍તારમાં રૂા.૮૦,ર૯ લાખના ખર્ચે થનાર પેવર બ્‍લોકના કામોનું ખાતમુહુર્ત કરશે.

મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુહુર્ત થનાર મત્‍સ્‍ય બંદરનો વિકાસ કામ મેરી ટાઇમ બોર્ડ દ્વારા હાથ ધરાશે ખારવા વાડ વિસ્‍તારમાં પેવર બ્‍લોક કામ નગરપાલિકા દ્વારા ૧૪માં નાણાપંચ હેઠળ શરૂ કરવામાં આવનાર છ.ે

પ્રાગટય મહોત્‍સવમાં સવારે પંચાયત મંદિરથી રામદેવજી મહાપ્રભુ મંદિર દ્વારા કારા ફળીયા રામદેવજી મહાપ્રભુ મંદિરો ધ્‍વજા રોહણ બાદ શોભાયાત્રા નીકળી હતી. ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ, ઉપપ્રમુખ અશ્વીનભાઇ જુંગી પંચ પટેલો બોટ એસોસીએશનના પ્રમુખ જાદવભાઇ પોસ્‍તરીયા ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા વગેરે હાજર રહેલ છ.ે

મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં પ્રાગટય મહોત્‍સવમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મુકેશ પંડયાના માર્ગદર્શન હેઠળ વ્‍યવસ્‍થા ગોઠવાય છ.ે જિલ્લા પોલીસ વડાશ્રી પાર્થરાજસિંહ ગોહીલ  દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે ટ્રાફીક નિયમન કરવામાં આવી રહેલ છે.

(11:41 am IST)