Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હળવદમાં વાયરલ ઇન્ફેકેશનના કારણે દર્દીઓની સખ્યામાં વધારો

Alternative text - include a link to the PDF!

હળવદ, તા.૨૦: નગર અને ગ્રામ્ય વિસ્તારમાં મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઈન્ફેકશનમાં ભારે ઉછાળો આવ્યો છે જેના કારણે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવ, શરદી અને ઉધરસના દરરોજ ૪૦૦ જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત શહેરની ખાનગી હોઘ્સ્પટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની દ્યટ હોવાથી હાજર ડોકટરો પર કામગીરીનું ભારણ વધુ છે પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જાકે સરકારી હોઘ્સ્પટલ કરતા ખાનગી દવાખાનામાં વાયરલ ઈન્ફેકશનના દર્દીઓની સંખ્યાનો આંકડો વધુ જાવા મળે છે. શહેરની નાના - મોટા ખાનગી દવાખાનાઓમાં તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ બિમારી ધરાવતા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા વાયરલ ઈન્ફેકશનના પગલે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરી છે.

આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે, જયારે વાયરલ ઈન્ફેશન લાગે ત્યારે અથવા વાયરલ ચેપથી બચવાના ઉપાયો હાથ ધરવા જાઈએ. જેમાં ખાસ વધુ પાણી પીવુ, પુરતો આરામ કરવો, પુરતી ઉંઘ લેવી તેમજ વિટામીન સી યુકત ખાટા ફળો આરોગવા ઉપરાંત મેળા, સભા, સરદ્યસ તેમજ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જાઈએ. સેન્ટ્રલ એરકંડીશનવાળી જગ્યાએ જવાનું ટાળવું. નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરવું, હાથ મિલાવવા નહીં. ખાંસી કે છીંક ખુલ્લી હથેળીમાં ખાવી નહીં, પરંતુ રૂમાલમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઈ નાખવું.

વાયરલ ઈન્ફેકશનના લક્ષણો : શરદી, નાક સતત વહેવું, શરીરમાં બેચેની, ઉબકા, ગળામાં સોજા, શ્વાસ લેવામાં તકલીફ સહિતના વાયરલના લક્ષણો છે. જાકે વધુમાં ડો.ભાવિન ભટ્ટીએ ઉમેર્યું હતું કે, સ્વાઈન ફલુનું નામ બદલાઈને હાલ સિઝનલ ફલુ છે, વધારે પડતો તાવ આવે, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલી જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.(૨૨.૪)

 

(11:40 am IST)