Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

બોટાદમાં જુની અદાવતમાં રબારી યુવકની હત્‍યા

ચાલુ બાઇકે છરીના ઘા ઝીંકીને હત્‍યા કરનારા તેના મિત્રો નાશી છુટયા

તસ્‍વીરમાં મૃતક યુવકનો મૃતદેહ તથા ફાઇલ ફોટો

 બોટાદ તા.૨૦: બોટાદમાં જુની અદાવતમાં ચાલુ બાઇકે છરીના ઘા ઝીંકીને રબારી યુવકની હત્‍યા થતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદમાં જુની અદાવતમાં બોટાદના ગઢડા રોડ ઉપર આવેલ હરીદર્શન પાસે આજરોજ સાંજના સુમારે થોડા સમય પહેલા બોલાચાલી થઇ હોય તેની દાઝ રાખી મૃતક યુવાન નાજ મિત્રો દ્વારા ચાલુ બાઇકે મૃતક યુવાન માત્રા ભાઇ ગભરૂભાઇ મોરી રબારી આડેધડ છીરના ઘા મારી પલાયન થઇ ગયા હતા.

જયારે આ મૃતક યુવાનને લોહીલુહાણ હાલતે પ્રથમ સારવાર અર્થે ગઢડા રોડ ઉપર આવેલ અક્ષર હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા જયા તેમને ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના ડોકટરે આ રબારી યુવાનને મૃત જાહેર કરેલ હતા જયારે મૃતક રબારી યુવાને ચાલુ વાહને મારનાર લોકોના નામ પણ પોલીસને નિવેદન સ્‍વરૂપે લખાવેલ હતા હત્‍યાની જાણ થતાં આજુબાજુમાં વસતા માલધારી સમાજ મોટી સંખ્‍યામાં બોટાદની સરકારી હોસ્‍પિટલ ખાતે ઉમટી પડયો હતો.

આ ઘટના સ્‍થળે બોટાદ પી.આઇ. એમ.જ.ે. સોલંકી જે સોલંકી તેમજ  ડીવાયએસપી પટેલ અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્‍યા હતા આગળની વધુ તપાસ હાથ ધરેલ હતી અને શંકાના આધારે આરોપી સ્‍વરૂપે બે યુવાનોના નામ પણ લખવામાં આવેલ હતા જેમાં આ યુવાને આરોપીના નામ લખાવેલ હતા. મુળ બોટાદ જિલ્લાના તુરખા ગામના વતની અને બોટાદ રત્‍ન કલાકાર તરીકે કામ કરતા માત્રાભાઇ ગભરૂભાઇ મોરી રબારી જે ઘણા સમયથી બોટાદ રહેતા હતા જેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે નાના ભુલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

 

(11:24 am IST)