Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જેતપુરમાં મકાન પચાવી પાડવાની ધમકી આપ્યાની રાવ

ઉપલેટા, તા.૨૦: જેતપુર ગામે બાવા વાળા પરામાં રહેતા શાંતાબેન પોપટભાઇ મકવાણાએ ફરીયાદમાં જણાવેલ છે કે જેતપુર બગીચા પાસે રહેતા ચેતના સોજી કોળી નામની બુટલેગર મકાન પચાવી પાડવાની ધમકી છે ચેતનાબેન કોળી અને   તેમના પિતા પોલીસ જમાદાર જીવરાજભાઇ કોળી બંને સાથે મળી પરિવારને ધાક ધમકી આપી મકાન પચાવી પાડવાની કોશિષ કરતા હોય આવા આવારા  ઇસમો સાથે ધોરણસરના પગલા લઇ તેઓના ગેરકાનૂની ધંધા બંધ કરાવવાની લેખિત ફરિયાદ મામલતદાર જેતપુર તેમજ જીલ્લા પોલિસ વડાને કરેલ છે. (૨૩.પ)

(11:56 am IST)