Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પોરબંદરથી વિમાની સેવા વધારવાની માત્ર વાતો

મુંબઇ જવા વધુ એક ફલાઇટ તથા ગલ્ફ જવા વિમાની સેવાના લોકાપર્ણ સમયે વચનો અપાયેલ : રન-વે વધારવા જમીન ફાળવણી કરાઇ નથી : રાત્રી ઉડ્ડયન શરૂ કરવામાં વિલંબ

પોરબંદર તા. ૨૦ :  અતિમહત્વ ધરાવતુ ગુજરાતના  બ્રિટીશ શાસન  સમયનું સૌરાષ્ટ્રનું અને કાઠીયાવાડનું પ્રથમ એરપોર્ટ - હવાઇ મથકનો વિકાસ રૃંધાય રહેલ  છે. 

આશરે બે દાયકા પહેલા જ તે  સમયની  કેન્દ્ર સરકાર દ્વારા  રૂ. ૮ થી ૧૦ આઠ થી દસ કરોડના ખરચે અત્યંત આધુનિક સગવડના સાથે  કાર્યરત કરવામાં આવેલ અને  લોકાપર્ણ  કેન્દ્રના  તે સમયના  ઉડ્ડયનમાં કે  પોરબંદર  એરપોર્ટ તેમ જ ભૌગોલીકક્ષા સમજી એરપોર્ટનું  વિસ્તૃત - નવીન  ક્રુરતા કરવામાં આવેલ છે અને  ઈન્ટર નેશનલ કક્ષાનું બનાવેલ છે.  અહીથીં યુ.કે ગલ્ફમાં, આફ્રિકા વિગેરે સ્થળોએ  જવા માટે પુરતો ટ્રાફિક  મળી રહે તેમ છે.  તેમા અક્ષાંશ રેખાંશ જોતા  વિશ્વના અગત્યના  રાજ્યો , રાષ્ટ્રો  સાથે જોડી દેવામાં આવશે.  બોંઈગ વિમાન ઉતરે તેવી  ક્ષમતા પોરબંદર એરપોર્ટ  બનાવવામાં આવેલ છે.  સાથે ભારતાના  અનેક રાજ્યોની  સાથે  ઉડ્ડયન એવા  પોરબંદરથી પ્રપ્ત થશે.  પોરબંદરથી એરપોર્ટ રાત્રી  ઉડ્ડયન ઉતરાયણ કરી શકાશે તે રીતે  એરપોર્ટની લાઇટીંગ સહિતની  ક્ષમતા  વધારવામાં આવેલ છે.  જે કાર્યરત છે.  રાજ્ય સરકાર દ્વારા  વધારાના રનવે માટે  ત્વરીત જમીન  વિના મુલ્યે ફાળવવામાં આવશે. એટલે આ કામ  ઝડપથી  આગળ વધશે તેવા વચનો અપાયેલ.નિયમ અનુસાર  વિનામુલ્યે જોગવાય મુજબ આપવાની  રહે છે.  બે દાયકા થવા છતા  રાજ્ય સરકાર  દ્વારા  વધારાની  જમીન રન-વે વધારવા  ફાળવેલ નથી. વિકાસ રૃંધાયેલ રહ્યો છે.

વર્તમાન કાર્યક્ષે્ત્ર  પ્રાચીન હેરીટેજ એરપોર્ટ  જુના નકશા પ્રમાણે  તે  રાણાવાવ મહાલ ઞ હાલ રાણાવાવ તાલુકાના મામલતદાર  હસ્તકના સરવે નંબરમાં જમીન આવતી  નથી રાણાવાવ મામલતદાર આ હસ્તક  આ કામગીરી  કરવાની  થતી  પરંતુ  છેલ્લા  એકાદ વરસથી  પોરબંદર વિકાસ થતા  ન્યુ પોરબંદર  સીટીમાં  આવરી લેતા ધરમપૂરને પોરબંદરમાં સમાવિષ્ટ કરાતા એરપોર્ટ પોરબંદરના સરવે નંબરમાં  આવી ગયેલ છે. 

એરપોર્ટની પાછળની  ખરાબાની જમીન રન-વે  વધારવા  વહેલી તકે  ફાળવી  આપવી જોઇએ  વિકાસ હાથ ધરવો  જોઇએ.  વર્તમાન સ્થિતીએ  રાજકોટ - એરપોર્ટનો  વિકાસ હાથ ધરાયેલ છે.  કામગીરી શરૂ થઇ ચૂકેલ છે.  પડધરી પાસે  જમીન સંપાદન  કરવાની ગતી   વિધી ચાલી રહેલ છે.  ત્યારે બે દાયકા  જુદી જુદી હકીકત  પોરબંદર એરપોર્ટના  વિકાસની અધ્ધરતાલ છે.  ભાજપમાંથી  બે વાર  લોકસભાના સાંસદ તરીકે ચુંટાય આવેલ પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયા કરોડો રૂપિયા  ખરચે પોરબંદર એરપોર્ટ વિકાસની ગ્રાંન્ટ કેન્દ્રમાંથી  મેળવી  એરપોર્ટનું  આધુનિકરણ કરવામાં સહભાગી બનેલ છે. ત્યારની ત્યારની સરકારમાં કોઇ ભેદભાવ કે રાજકિય  રમત ન હતી.  ત્યારે વર્તમાન સ્થિતી  શું? 

આગામી  દિવસોમાં પોરબંદરની હવાઇ ઉડ્ડયન સેવામાં વધારો થઇ રહેલ છે.  હાલ પોરબંદર મુંબઇ   પોરબંદર વચ્ચે એક જ હવાઇ ઉડ્ડયન સેવા છેલ્લા એક વરસથી  કાર્યરત છે.  તેમ જ આજની  વધુ એક  સેવા મળી રહેશે.  તેવા ચક્રો ગતિમાન  થયેલ છે.  આખરી  ઓપ  પણ પુર્ણ  થવામાં છે. 

હાલ પોરબંદર એરપોર્ટ પર ૭૦ અંતરે સીટ ધરાવતુ  પ્લેન લેન્ડીંગ થાય છે.  એરપોર્ટનું જમીન કરણ થતા  બોંઇગ સેવા  મળી રહે તેવી  ક્ષમતા  ધરાવતુ  બનાવેલ છે. પોરબંદર એરપોર્ટ પર અત્યાર સુધી ઉડ્ડયન કરનાર ડાકોરા ઈન્ડિયન  એર લાઇન  રૂકોર ફ્રેન્ડશીપ  સરકારી એર ઈન્ડિયા   જેટ સરવીસ વિગેરે  સેવા રહી છે. પરંતુ રાજકીય મેલી રમતના કારણે  પોરબંદર  એરપોર્ટ પર  પૂર્વકાળ સમયમાં બે બે ફલાઇટ સવાર સાંજ પુરતા  ટ્રાફિક સાથે  ઉડ્ડયન કરતી હતી.  (૧૭.૧)

(11:54 am IST)