Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મેઘતાંડવથી ભારે તારાજીઃ જમીન-પાકનું ધોવાણ

માણાવદરનું પાદરડી ગામ હજુ સંપર્ક વિહોણું

માણાવદર તા. ૨૦: તાલુકામાં એકસાથે ૧૩-૧૩ ઇંચ રોૈદ્ર સ્વરૂપે વરસાદથી રીતસર જળપ્રલય જેવી સ્થિતિ હતી જેમાં ધીમે-ધીમે તારાજીના ચિત્રો બહાર આવી રહયાં છે.

 

સમગ્ર તાલુકાના અનેક ગામો થાભયાણા, પાદરડી, કોડવાવ, થાપલા, જીલાણા, થંબુડાસીમ, કોઠારીયા એવા અસંખ્ય ગામોમાં જમીન ધોવાણ તો કયાંક પોકને નુકશાની થઇ છે.કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા મટીયાણા, આંબલીયા તથા પાદરડી ગામની મુલાકાતે આવેલ જેમાં પાદરડી ગામ આજની તારીખે ઓઝર પુર પાણીથી સંપર્ક વિહોણું છે. ખુદ કલેકટરશ્રી તા.પં. પ્રમુખ તથા ટીમે આ વિસ્તારને જમીન ધોવાણ થયું સંપર્ક વિહોણા થયા તો દર્દીઓને સારવાર ન મળી શકી તેમાં મૃત્યુ થયાનું જણાવેલ જો ઉચા પુલ મટીયાણા બનાવાય તો પ્રશ્નનો ઉકેલ આવે તા.પં. પ્રમુખે પાદરડી-ફુલરામા ગામ વચ્ચે રોડ ખરાબ થતાં વિવાદ કોર્ટમાં છે જે અંગે રજુઆત કરી પ્રજાહિતમાં બનાવવા જણાવેલ છે.

ખાંટવા ખારા ડેમ સ્થાનિક તથા ગ્રામમાં ૧૦ થી ૧૫ ઇંચ ભારે વરસાદ પડતાં પુર હોનારત જેવી સ્થિતિ સર્જાયેલ જેથી બાંટવાખારા ડેમના ૧૪ પાટીયા ખોલવા પડે તેથી ૧૦ ગામો કોડવાવ, થાપલા, સમેગા, સહિત સંપર્ક વિહોણા થયા છે. કોડવાવ ગામે ૧૦૦ ચો.વા. ઘરોમાં પાણીથી ઘરવખરી -અનાજને નુકશાની થઇ છે. કોડવાવ ગામ તરફ તંત્રએ હજી ધ્યાન આપ્યું નથી તેવી તા.પં. ન્યાય સમિતિ ચેરમેન પરમાર જણાવે છે. અનેક એકરો જમીન/ પાકને નુકશાન થયું છે.

પાલિકા સદ્દસ્ય લાલભાઇ ચુડાસમાએ ડુંગર ઉપર પાણીમાં હિમત કરી અનેક લોકોના જીવ બચાવ્યા છે જે જાનના જોખમે પાલિકા સ્ટાફે મદદ કરી.

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જમની ધોવાણની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

કોડવાવ ગામે ડેમના પાણી છોડાતાતો એક માથોડા થી વધુ પાણી ફરી વળ્યા હતાં તે ખેતરો જળબંબાકાર થઇ ઉઠયાં હતા. ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. નાદરખા ગામે ૧૫ ઇંચે ખેદાન મેદાન કર્યુ હતું. આ તારાજી ઘણી છે મદદ કરવા આમજનતા ખેડૂતો માંથી માંગ ઉઠવા પામી છે. (૧.૧૧)

(11:50 am IST)