Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઉપલેટા તાલુકા ભાજપ સંગઠનમાં ફેરફાર : મહામંત્રીપદે અનીલ સુતરીયા

ઉપલેટા તા.૨૦ : તાલુકા ભાજપના સંગઠનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયા બાદ તાલુકા ભાજપના પ્રમુખ રાજશીભાઇ હુંબલએ જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મહેતા, જયંતીભાઇ ઢોલ, ભરતભાઇ બોઘરાની સુચનાથી રાજુભાઇ પાઘડારને પડતા મુકી તેમની જગ્યાએ જીલ્લા ખરીદ વહેચાણ સંઘના ડાયરેકટર (તણસવા સરદાર પટેલ પ્રો. મંડળીના પ્રમુખ) અનિલભાઇ સુતરીયાની વરણી કરવામાં આવેલ છે.

અનીલભાઇ સુતરીયાની વરણીને નરસિંહભાઇ મુંગલપરા, માધવજીભાઇ પટેલ, વલ્લભભાઇ સખીયા, રાજાભાઇ સુવા, હરીભાઇ ઠુંમર, પૃથ્વીસિંહ ચુડાસમા, કિશોરભાઇ રાઠોડ, નાથાભાઇ સુવા, કાનાભાઇ બાબરીયા, મહેન્દ્રભાઇ ભાલોડીયા, તાલુકા સંગઠનના હોદ્દેદારો તથા શકિત કેન્દ્રના પ્રમુખો તથા મહામંત્રી જયંતીભાઇ બરોચીયા તથા રાજુભાઇ પાઘડાર સહિત બાબુભાઇ હુંબલ, રમેશભાઇ મકવાણા, સંજયભાઇ લુણસીયા, ઢાંકના સરપંચ બદુભાઇ, ભીખાભાઇ ગજેરા, જટુભા વાળા, કિરીટભાઇ પાદરીયા, હમીરભાઇ બાબરીયા, સહકારી મંડળીના પ્રમુખો અને સરપંચોએ આવકારી છે.

(11:46 am IST)