Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડ દ્વારા સુત્રાપાડા તેમજ અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોના ગામડાઓનું નિરીક્ષણ

સુત્રાપાડા : સુત્રાપાડા તેમજ તાલુકાના ગામડાઓમાં ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડે જઇ અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા દશ બાર દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીર ગઢડા તાલુકાઓમાં અતિ ભારે વરસાદને કારણે લોકોની ઘરવખરી કાચા પાકા મકાનો તેમજ ખેડૂતોએ કરેલું વાવેતર તેમજ જમીનોના ધોવાણ થયેલ હોય ખેડૂતોએ કરેલા વાવેતર પણ નિષ્ફળ થયેલ હોય એમની સાથોસાથ ખેડૂતોના ખેતરોના ધોવાણ થયેલ હોય તેમજ સરકારી મિલકતોને પણ નુકસાન થયેલ હોય તેમજ રોડ રસ્તાઓ અને અન્ય સરકારી મિલ્કતોને મોટા પાયે નુકસાન થયેલ હોય જાન માલ તથા પશુઓને નુકસાન થયેલ હોય તાત્કાલીક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની રાજુઆત કરી હતી.

(11:41 am IST)