Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર વઢવાણની શિક્ષીકા સહિત ચારને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

વઢવાણ તા ૨૦ : વઢવાણની વ્યાકરણ વિદ્યાલયમાં ખાલી પડેલી અંગ્રેજીના વિષયની જગ્યા ભરવા માટે વર્ષ ૧૯૯૪માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેમાં અનુભવના ખોટા પ્રમાણપત્ર ના આધારે પસંદગી સમિતીના સભ્યોએ એક મહિલાને ખુદ હાઇસ્કુલના પ્રિન્સીપાલે કર્યો હતો આ અંગેના ે કેસ ચાલી જતા કોર્ટે શિક્ષીકા અને પસંદગી સમિતીના ત્રણ સભ્યોને તકરસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

વઢવાણની  વ્યાકરથ વિદ્યાલયમાં અગ્રેજી વિષ્યના શિક્ષકોની ભરતી કરવાની હોવાથી વર્તમાન પત્રમાં જાહેર ખબર આપીને ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જાન્યુઆરી ૧૯૯૪માં યોજાયેલ ઇન્ટરવ્યુંમાં ૧૫ થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.

આ કામે પસંદગી સમિતીના સભ્યો અમૃતલાલ ખુશાલદાસ ભારણીયા, હસમુખલાલ કાંતીલાલ દવે, ધીરજલાલ છોટાલાલ બ્રહ્મભટ્ટ અને રાજેન્દ્ર કુંજબીહારી પ્રસાદ પાંડે હતા આ ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવાર ગીતાબેન અમૃતલાલ જાદવ પાસે અનુભવ ન હોવા છતાં ચાર વર્ષનું ખોટું અનુભવનું પ્રમાણપત્ર બનાવી તેના ગુણ ભરતી પ્રક્રિયામાં ઉમેરવામાં આવ્યા હતા. આન સમગ્ર બનાવનો ઘટસ્ફોટ હાઇસ્કુલના આચાર્ય મહેન્દ્રભાઇ ગીરધરભાઇ પટેલે કરતા પસંદગી સમીતીના ચારેય સભ્યો અને શિક્ષિકા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી આ અંગેનો કેસ સુરેન્દ્રનગર ચીફ વયુડીશીયલ કે.આશ્ર. પંડયાની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તુલસીબેન ડામોરે કરેલ દલીલો ૧૮ મોૈખીક પુરાવા અને ૯૫ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ સજા સંભળાવવામાં આવી હતી.

આ કેસ દરમ્યાન પસંદગી સમિતીના સભ્ય રાજેન્દ્ર કુંજબીહારીપ્રસાદ પાંડે નુંઅવસાન થયું હતું આથી અમૃતલાલ ખુશાલદાસ ભાંબણીયા, હસમુખભાઇ કાંતીલાલ દવે અને ધીરજ છોટાલાલ બ્રહ્મભટને પાંચ વર્ષની સજા અને રૂપિયા ૩૦ હજારના દંડફટકારાયો છે.

જયારે ખોટા પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવવા બદલ ગીતાબેન અમૃતલાલ જાદવને પાંચ વર્ષની સજા અને રૂપિયા ૪૫ હજારનો દંડ ફટકારવામાં હમવ્યો છે.

(11:39 am IST)