Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પોરબંદરમાં કાર્બનથી કેરી પકવનારા સામે કડક પગલા લેવા માંગણી

પોરબંદર તા.૨૧: કાર્બનથી કેરી પકાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે આકરા પગલા લેવા માંગણી ઉઠી છે.

કાચી કેરી પકાવવા કાર્બન તેમજ કેળા પકાવવા ઇથરોલ વપરાય છે. આ રીતે પકાવી વેચતા ફળો લોકોમાં અસાધ્ય રોગને નોતરે છે. તાજેતરમાં શહેરમાં કાર્બનથી કેરી પકવવા સામે દરોડા અને ચેકીંગ થયું પરંતુ આવું ચેકીંગ બે-ત્રણ સ્થળે થયું હતું. ચેકીંગમાં વહાલા દવલા ની નિતી અંગે ફરીયાદો ઉઠી છે. શહેરમાં ઠેરઠેર ચેકીંગ કરીને કાર્બનથી કેરી પકવનારા સામે પગલા લેવા માંગણી ઉઠી છે. (૧.૧૫)

(12:43 pm IST)