Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કોડીનારના ચેક રિર્ટન કેસમા વેપારીને છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ

કોડીનાર તા. ૨૧: કોડીનાર ના જયુડી. મેજી. કોર્ટે ચેક રીર્ટન કેસમાં કોમ્પ્યુટરના વેપારીને ૬ મહિના ની કેદ અને ફરીયાદીને રૂ. ૨૫૦૦૦/- વળતર ચુકવવા આદેશ કર્યો છે.

આ ઘટનાની વિગત મુજબ હિમત ભાઇ નોંધાણભાઇ પરમાર હાઇટેક ટેકનોલોજી ની પેઢીના નામે કોમ્પ્યુટરના પાર્ટસના લે વેંચ નો ધંધો કરતા હોય સંજીવની કોમ્પ્યુટરના પ્રતાપ વજુભાઇ બારડે હિમતભાઇ પાસેથી ૧૦૫૦૦૦/- રૂ.નો કોમ્પ્યુટર એસેસરીઝ નો માલ ખરીદયા બાદ એસ.બી.આઇ. બેંક દ્વારા ઝાપા બ્રાંચ નો ચેક નં. ૩૦૧૩૮૫ રકમ રૂ. ૧૦૫૦૦૦/- નો  આપ્યા બાદ વજુ બારડે આ ચેક સ્ટોપ કરાવી ચેક રીર્ટન થતા હિમત પરમારે પ્રતાપ વજુ બારડ વિરૂધ્ધ ચેક રીર્ટનની  ફરીયાદ નોંધાવતા આ કેસ કોડીનાર કોર્ટમાં ચાલી જતાં વકીલ નરસિંહભાઇ બામણીયાએ દલીલો કરતા અને જજ શ્રી શેખે પ્રતાપ વજુ બારડ ને ૬ માસની કેદની સજા સંભળાવી -ફરીયાદીને વળતર પેટે ૨૫૦૦૦/- ચુકવવા આદેશ કર્યો છે.

(12:20 pm IST)