Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કચ્છના મુંદ્રા પોર્ટ ઉપરથી લાયસન્સ વગરનો ૬૧૨ મેટ્રીક ટન તલનો જથ્થો ઝડપાયો

અમદાવાદ, તા. ૨૧ :. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા પાસેથી લાઈસન્સ લીધા વિના જ આયાત કરવામાં આવેલા રૂ. ૪.૩ કરોડના મૂલ્યનો તલનો જથ્થો ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટથી જપ્ત કરી લીધો છે. સુદાનથી આ તલની આયાત કરવામાં આવી હતી. ગુજરાતના ડિશા વિસ્તારના આયાતકારે આ આયાત કરી હોવાનું તપાસ સંસ્થાના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે.

તલની ગેરકાયદે આયાત કરવામાં આવી હોવાની બાતમીને આધારે ડિશાના આયાતકારના એકમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેના ગોદામોમાંથી કુલ મળીને ૩૪ કન્ટેઈનર ભરીને તલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો અંદાજે ૬૧૨ મેટ્રીક ટનનો હોવાનું જોવા મળ્યુ છે. ડીઆરઆઈના અધિકારીઓને મળેલી આગોતરી બાતમીને આધારે તેમણે આ ઓપરેશન પાર પાડયું છે.(૨-૮)

(11:36 am IST)