Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

થાનના ઠકરાળામાં ૧ વર્ષનો પ્રકાશ રમતો- રમતો ચુલામાં પડ્યોઃ મોત

દાઝી જતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૧: થાનગઢના ઠકરાળા ગામે એક વર્ષનો બાળક રમતો રમતો ચુલામાં પડી જતાં દાઝી જતાં મોત નિપજતાં મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઠકરાળા ગામે ધનાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં દિવાન ઠાકોર નામના ભીલ યુવાનનો પુત્ર પ્રકાશ (ઉ.૧) ગઇકાલે સાંજે ચારેક વાગ્યે વાડીએ રમતો હતો ત્યારે અકસ્માતે સળગતા ચુલામાં પડી જતાં દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી થાન પોલીસને જાણ કરી હતી.

(11:35 am IST)