Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગોંડલમાં પ્રધાનમંત્રી ઉજવલા યોજના અંતર્ગત એલપીજી પંચાયત યોજાઇ

ગોંડલ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા દરેકના ઘરમાં ગેસ કનેકશન મળી રહે તેવા શુભ આશયથી પ્રધાનમંત્રી ઉજવલા યોજના મંજુર કરવામાં આવેલ છે આ અંતર્ગત ગોંડલ શહેરમાં છેલ્લા પાંચ દાયકાથી ગેસ એજન્સી ધરાવતા પી. વી. પુંજાણી એન્ડ સન્સ કંપની દ્વારા શહેરના ૩૧ ભોજરાજપરા ખાતે આવેલા શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર ખાતે એલપીજી પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન પૂજય ચંદુબાપુ દેશાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા પ્રાંત અધિકારી રાયજાદા મામલતદાર સવાણી પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલીયા, અશોકભાઇ પીપળીયા, પ્રફુલભાઇ ટોળીયા, અલ્પેશભાઇ ઢોલરીયા, શશીકાંતભાઇ રૈયાણી સહિતનાઓ હાજર રહ્યા હતા અને લાભાર્થીઓને સ્થળ પર જ ગેસ કનેકશન નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન હિતેશભાઇ દવે દ્વારા કરાયું હતું કાર્યક્રમના અંતે પી.વી. પુંજાણી એન્ડ સન્સના જશ્મિનભાઇ પુંજાણી એ સર્વેનો આભાર વ્યકત કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર

(11:28 am IST)