Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જામનગરમાં ગોંડલ જેવી ઘટનાઃ હાપા માર્કેટીંગ યાર્ડમાં આગમાં ૧૮૦૦ થી ર હજાર ગુણી મગફળી આગમા ખાખ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમા મગફળીના સરકારી ગોડાઉનમા આગ લાગતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમા થોડા સમય પહેલા મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી તેવી ઘટના આજે જામનગરમાં બની છે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમા આજે સરકારી મગફળીના ગોડાઉનમા આગ લાગી હતી.

આ ઘટનાની જાણ થતા ૩ થી ૪ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એસ.પી. અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા.

અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી હતી અને ૧૮૦૦ થી ર હજાર ગુણી મગફળી આગમા ભસ્મીભુત થઇ ગઇ હતી.

(8:00 pm IST)