Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કાલે ઉમાધામ ગાંઠીલામાં પાટોત્સવ ઉજવાશે

કડવા પાટીદાર સમાજના ભાવિકો મોટી સંખ્યામાં દર્શન, પુજન, મહાપ્રસાદનો લાભ લેશે

જુનાગઢ તા. ૧૯: જુનાગઢની લોકમાતા ઓઝતની કાંઠે કડવા પાટીદારના પરિવારના કુળદેવી રાજરાજેશ્વરીમાં માઁ ઉમિયાનું સ્થાન એવું રમણીય ઉમાધામ-ગાંઠીલા મંદિરે તા.ર૦ ને શુક્રવારે દશમો પાટોત્સવ ઉજવવાની જોરશોરથી તૈયારી ચાલુ થઇ ચુકી છે.ે કડવા, પાટીદારો પુરા ઉત્સાહ અને ઉમંગ શ્રદ્ધાની સાથે પાટોત્સવ ઉજવવાની જોરશોરથી તૈયારી ચાલુ થઇ ચુકી છે. કડવા પાટીદારો પુરા ઉત્સાહ અને ઉમંગ, શ્રધ્ધાની સાથે પાટોત્સવ ઉજવાશે. આ વખતના આ પાટોત્સવ નિમિતે દર વર્ષની જેમ સવારથી ૧૧ કુંડી યજ્ઞથી થશે બીડુ હોમ સાંજે પ કલાકે થશે યજ્ઞના મુખ્ય યજમન કાંતિભાઇ મુળજીભાઇ કોરડીયા કેશોદ રહેશે.

આ ઉપરાંત સવારે ૧૦ કલાકથી સાંજના પ કલાકસુધી કડવા પાટીદાર બહેનો માટે હિમોગ્લોબીનનો કેમ્પ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે તેમજ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓમાં  મહિલા સમિતિ પુરા ઉમંગથી લાગી ગઇ છે. આ ઉપરાંત આ પાટોત્સવમાં કલાસીક ઇવેન્ટ્સ, રાજકોટ દ્વારા ''શ્યામ ઘેલી રાધા'' નો અત્યંત મનોહર કાર્યક્રમ રાખેલ છે તેમજ આ અવસરે દાતાઓને સન્માનીત પણ કરવામાં આવશે. (૬.૧૮)

 

(2:09 pm IST)