Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જેતલસર પાસે ૧૪.૫૦ લાખના જીરૂ ભરેલા ટ્રકની લૂંટ

ટ્રકને આંતરી કારમાં આવેલા પ શખ્સોએ પોલીસની ઓળખ આપી ડ્રાઇવર રાજેશ ટાંકનું ત્રણ શખ્સોએ અપહરણ કરી મંદિરમાં પુરી દિધો અને અન્ય બે શખ્સો ટ્રક લઇ છૂ

જેતપુર તા.૧૯: તાલુકાના જેતલસર  પાસે છ શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપી જીરૂ ભરેલી ટ્રકને રોકી ત્રણ શખ્સો ટ્રક ચાલકને કાર ઉઠાવી ધોરાજી પાસે મંદીરમાં પૂરી દીધો હતો. અને ત્રણે શખ્સો રૂ.૧૪.૫૦ લાખના જીરૂ ભરેલો ટ્રક લૂંટી ગયા હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ મથકમાં રાજેષભાઇ રવજીભાઇ ટાંક કડીયાકંુભાર (ઉ.વ.૪૦) (રહે. જુનાગઢ ખામધ્રોળ રોડ યમુના પાર્ક કમ્મી સ્કુલ પાછળ)એ આજે સવારે ફરિયાદ નોંધાવી હતી તેમાં તેણે જણાવ્યુ છે કે પોતે પોતાની અશોકલેલન કંમ્પનીની ટ્રક નંબર-જીકયુએ-૫૭૮૭ માં ગોડલ યાર્ડમાંથી જીરૂ ભરી જુનાગઢ જતા હતા ત્યારે રાત્રે સાડા અગીયારે વાગ્યે જેતલસર ગામ પાસે આવેલ ચોકડી એ પાછળથી એક ફોરવ્હીલ ગાડી આવી રાજેષભાઇના ટ્રકની આગળ ફોરવ્હીલ રાખતા તેણે ઉભી રાખતા ફોરવ્હીલ માંથી પાંચ અજાણ્યા માણ્સો ઉતરી લાફા મારી અને એક જણાએ પીસ્તોલ જેવુ હથીયાર બતાવી મારવાનો ભય બતાવી અને ચાલક રાજેશભાઇને તેની ગાડી માંથઈ ફોરવ્હીલમાં બેસાડી દઇ ત્રણ માણસો ટ્રકની ગાડી લઇ જતા રહેલ અને અન્ય ત્રણ શખ્સોએ રાજેશભાઇને ફોરવ્હીલમાં જેતલસર ચોકડીથી તત્કાલ ચોકડી જેતપુર સુધી લાવી ત્યાંથી વડાલ, માખીયાળા, ઝલણસર, થઇ જમનાવાડ ધોરાજી લઇ જઇ ત્યાં એક મંદિરમાં પુરી ત્રણેય શખ્સો નાશી ગયા હતા. બાદ ત્યાંથી રાજેશભાઇ આશરે રાત ના અઢી વાગ્યે બહાર નીકળેલ બાદ જમનાવાડ થઇ ધોરાજી ગયેલ બાદ પોતાના ભાઇને બોલાવતા તે આવી ગયા હતા. બાદ રાજેશભાઇએ પોતાની ટ્રક નંબર-જીકયુએ-૫૭૮૭ વાળી કિમત રૂ.૧,૦૦,૦૦૦ જે અશોક લેલન કંમ્પનીની દુધીયા કલરની મોરાના ભાગે લાલ અક્ષરથી આશપુરામાં લખેલ છે તે ગાડીમાં ભરેલ જીરૂ-૧૧,૭૦૦ કિલો કિમત રૂ.૧૪,૫૦,૦૦૦ ત્રણ શખ્સો ગાડી સહીત લઇ નાશી ગયેલ તે ગાડીમાં વાહનના કાગળો તથા રાજેશભાઇનો મોબાઇલ સાથે લઇ ગયેલ હોય આશરે ત્રીસથી ચાલીસની ઉમરના હતા ગુજરાતી ભાષા બોલતા હતા તેમણે રાજેશભાઇએ આ છ શખ્સો પોલીસ છીએ તેમ કહી પોલીસની ઓળખ આપી જુનાગઢ લઇ જવાનુ ગુજરાતીમાં જણાવેલ અને તેઓ સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં ડેકી વાળી ગાડી હતી. આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે છ શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૯૫,૩૯૭,૩૬૫,૩૪૧,૩૪૨ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.(૭.૨૫)

(1:07 pm IST)