Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ખાંભામાં કપાસના વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી

ખાંભામાં ખપાસનો ઘંઘો કરતા વેપારી સાથે ૪.૫ લાખની છેતરપીંડી કરી હોવાના બનાવમાં ૬ માસ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ હતી.

ખાંભાના  જીનપરામા રહેતા યાસીફભાઇ અબાસભાઇ હસનાણીએ ખાંભા પોલીસમાં નોંધાવી છે કે ગઇ તા.૯/૧૧/૧૭ રોજ મારા મો.૯૯૨૫૧  ૭૯૭૦૯  ઉપર રાજુલાના પી.એમ.આંગળીયા ઓફીસમાંથી સીકંદરભાઇનો મો.૯૦૯૯૯ ૧૬૫૪૧માંથી ફોન આવેલો અને કહેલું કે માણાવરથી ૪૫૫૦૦૦નું રોકડ આંગળીયુ આવી ચુકેલ છે તેને કહયું  કે હંુ ખાંભાના ગામડામાં કપાસની ખરીદી મા છુ ત્યાથી હુ રાજુલા આવી પેમેન્ટ લઇ જાઇશ તેમ વાત કર્યા બાદ થોડી વાર પછી એટલે કે ડોઢ વાગ્યાના અરસામા મો.૯૪૨૫૪ ૬૩૧૪૬ માંથી ફોન આવેલો કે હુ હરેસભાઇ બોલું છે તમારૂ પેમેન્ટ રાજુલા પી.એમ આંગળીયામાં આવી ગયુ છે તે હુ તમને ખાંભા આવીને ભવાની આંગળીયા પઢીમાં આપી દઉ તેમ કહેલ અને પી.એમ.આગળીયા પેઢીમાં વાત કરી લયો થોડી વારમાં પેઢીમાંથી સીંકંદરભાઇનો ફોન આવેલો અને તેને કહયું તમારૂ પેમેન્ટ મો.નં.૯૮૨૫૪ ૬૩૧૪૬ વાળાને આપી દઉ જેથી મે તેમને હા પાડેલ અને મારા ભાગીદાર ઇમરાનભાઇ ડાયાતરને ભવાની આંગળીયામાં પેેમેન્ટ લેવા મોકલેલ પરંતુ ત્યા હરેશભાઇ  નામનો કોઇ વ્યકિત હાજર ન હતો તેથી ઇમરાનભાઇને વાત કરતા મને શંકા ઉપજી અને ફોનથી સીકંદરભાઇને કહયુ કે પેમેન્ટ આપતા નહી અને સીકંદરભાઇએ કહયું કે હરેશભાઇના કહેવાથી આર.સી.આંગળીયા પેઢી રાજુલાના આપી દધેલ છે. બાદમાં રાજુલા આંગળીયામાં તપાસ કરતા વિશાલભાઇએ જાક્કયાવ્યું કે તમારા પેમેન્ટના ૪૫૫૦૦૦ ધોળકા આર.કે આંગળીયા પેઢીમાંથી મો.૯૮૨૫૪૫૪૫૬૯ વાળા દિપકભાઇ નામની વ્યિકતી પેમેન્ટ લઇ ગયેલ છે આ રીતે વિશ્વાસ ધાત છેરતપીંડી કરેલ છે મારી રમક મને પરત મળી જાય તે માટે  તપાસ કરી પગલા લેવા યાસીફભાઇ અમ્બસાભાઇ હસલાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે. (૨૧.૨૧)

(1:05 pm IST)