Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ફતેપુરમાં પૂ.ભોજલરામબાપાનો ૨૩૩મો પ્રાગટ્ય મહોત્સવ

ગામોગામથી સંતો-મહંતો હાજરી આપશેઃ કાર્યકરોની ફોજ સેવા આપશે : ૩૦મીએ ભોજલ જ્ઞાન કથા- રકતદાન કેમ્પ- રકતતુલા- નેત્રયજ્ઞ- સંતવાણીના કાર્યક્રમો

રાજકોટ, તા.૧૯: ''ભોજલધામ'' ફતેપુર ગામે પ્રાતઃ સ્મરણીય પૂજય ભોજલરામ બાપાનો ૨૩૩ મો પ્રાગટ્ય મહોત્સવ તા.૩૦ને સોમવારે શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પાવન અવસરે સાવરે૧૦ થી સાંજના ૫ સુધી ભોજલજ્ઞાન કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં સંતશ્રી પૂ.ભોજલરામબાપાના જીવન ચરિત્રના પાવન પ્રસંગ તથા જલારામબાપા તથા વાલમરામબાપાના જીવનમાં ગુરૂ મહીમાંના પ્રસંગોને પણ વણી લેવામાં આવેલ છે. રકતદાન કેમ્પ પણ યોજાશે. જેમાં દરેક રકતદાતા ભાઈઓ તથા બહેનોને ભેટ પ્રસાદી રૂપે આપવામાં આવશે. સાંજના ૫:૩૦ કલાકે પૂ.ભોજલરામબાપાનું રૂ.અગીયાર કરોડના ખર્ચે બની રહેલ મંદિર નિર્માણ માટે આ વર્ષના મુખ્ય દાતા રકતતુલ્લા થશે. સવારના ૯ થી  બપોર ૧ સુધી નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ આંખના સ્પેશ્યાલીસ્ટ તબીબી વ્દારા કરવામાં આવશે. ભજન સંતવાણીના રાત્રીના કાર્યક્રમમાં પ્રસિધ્ધ ભજન કલાકાર- મનસુખભાઈ વસોયા, સંગીતાબેન લાબડીયા, યોગીતાબેન પટેલ ભજન સંતવાણીનો લાભ આપશે.

દર વર્ષની માફક ગામે ગામ બનેલ શ્રી ભોજલરામ યુવા સેવા સંગઠનના ભાઈ બહેનો ભોજન- પ્રસાદ તથા ચા- પાણીની કામગીરી સંભાળશે. નિખિલ પટેલ મો.૯૪૨૮૬ ૧૫૫૧૧ ઉપર સંપર્ક કરવો.

આ ધર્મોત્સવમાં સહપરિવાર મિત્રમંડળ સહિત ધર્મલાભ લેવા જાહેર નિમંત્રણ (ભોજલધામ) મહંતશ્રી ભકિતરામબાપુ દ્વારા અપાયું છે. તેમ ચંદ્રેશભાઈ પટેલ (૯૪૨૬૨ ૧૬૧૭૨)ની યાદીમાં જણાવાયું છે.(૩૦.૩)

(1:04 pm IST)