Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ધોરાજી પાસે બાઇક અકસ્માતમાં ૩ ને ઇજા

ધોરાજી : ધોરાજી વેગડી  જી.આઇ.ડી .સી. પાસે સવારે બે બાઇકો અથડાતા અને પાછળથી પણ બાઇકો અથડાતા ત્રણ જણાને ઇજાઓ થતાં  જેમાં દિનેશભાઇ કિશોરસિંહ જાડેજા રહે. મોટા દુધીવદર ઉ.વ. ૪૫ તેમજ અમીનાબેન વલીભાઇ સોઢા ઉ.વ.૪૫ રહે. ધોરાજીવાળાને પગમાં સહીત ગંંભીર ઇજાઓ થતાં તેઓને રાજકોટ ખસેડાયા હતા જયારે તેમની પુત્રી રૂબીનાબેન વલીભાઇ સોઢા ઉવ.૧૭ ને પણ માથામાં ઇજાઓ થયેલ હતી. આ બનાવ અંગે ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક દુર કરેલ હતો.(૩.૫)

 

(1:02 pm IST)