Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સાયલાના સેજકપર ગામે અખાત્રીજની અનોખી ઉજવણી

સાયલા તાલુકાના સેજકપર ગામે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે અનોખી રીતે ઉજવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે આખા ગામના લોકો સૌ પ્રથમ ઠાકર મંદિરે ભેગા થાય છે. ત્યાંથી આખા ગામના લોકો જ્ઞાતિ-જાતીના ભેદભાવ રાખ્યા વગર એક સાથે સૌ મળીને નક્કી કરેલા એક જ ખેતરોમાં તેમના ટ્રેકટરો દ્વારા જમીનમાં ખેતી કરે છે. અને અબીલ-ગુલાલ કંકુ ચોખા દ્વારા ધરતીમાતાનું પુજન કરે છે. આવા કાર્યો દ્વારા સમગ્ર ગામમાં એકતા જળવાઇ રહે છ.

(12:11 pm IST)