Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પોરબંદરમાં અલગ અલગ જગ્યાએથી ૮ મોબાઇલ ચોરી કરનારા ર ઝડપાયા

પોરબંદર, તા. ૧૯ : અલગ અલગ જગ્યાએથી કુલ ૮ મોબાઇલ ચોરી કરનાર ર યુવાનોને પોલીસે પકડી પાડેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની સૂચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.વી. બસિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઇ અગ્રાવત અને કોન્સ્ટેબલ સમીરભાઇને મળેલી બાતમી મુજબ સુભાષનગર રોડ ઉપરથી શાબીર ઉર્ફે સાબલો કુમાર શમાને  હાબેટ મરીન પોલીસ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નંગ-૪ કી. ર૪ હજારની ચોરીના ગુન્હા સબબ પકડી પાડેલ છે.

બીજો આરોપી વશીમ ઉર્ફે બાબુ શબીરમીંયા રે. ચુનાના ભઠ્ઠાવાળાને પીએસઆઇ એચ.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઇએ કીર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નંગ-૪ તથા રોકડ રૂ. ર૩૦૦ કુલ ૩ર હજારની ચોરી સબબ પકડી પાડેલ છે.

(12:10 pm IST)