Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મેટોડામાં દારૂની ચાર બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા કલ્પેશ, રવી અને લાલજીની ધરપકડ

રાજકોટ તા. ૧૯ : લોધીકા પોલીસે બાતમીના આધારે મેટોડા જી.આઇ.ડી.સી. પાસે ગેઇટ નં.૧ પાસેથી એક અને શ્રીનાથજી પાર્ક પાસેથી બે શખ્સોને દારૂની ચાર બોટલ સાથે પકડી લીધા છ.ે

મળતી વિગત મુજબ લોધીકા પોલીસ મથકના એ.એસ.આઇ. જગદેવસિંહ રાણા સહિતે મેટોડા જી.આઇ.ડી.સીના ગેઇટ નં.૧ પાસેથ. કલ્પેશ નવીનભાઇ સોલંકી, (ઉ.૩૦) (રહે. મેટોડા જી.આઇ.ડી.સી. સામે શ્રીનાથજી સોસાયટી મુળ વેરાવળ)ને દારૂની  એક બોટલ સાથે તથા ગેઇટ નં.ર પાસેથી જી.જે.-૩-એચ સી-ર૯ર૧ નંબરના બાઇકમાં નીકળેલા રવી ઘનશ્યામભાઇ કોળી (ઉ.ર૦) (રહે. રાજકોટ ચુનારાવાડ)ને બે બોટલ સાથે અને મેટોડા કિસ્મત હોટલ પાસેથી લાલજીભાઇ વલ્લભભાઇ પટેલ (ઉ.ર૯) (રહે. મેટોડા જી.આઇ.ડી.સી. શ્રીનાથજી પાર્ક) ને દારૂની એક બોટલ સાથેપકડી લીધો હતો.

(12:08 pm IST)