Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વઢવાણમાં મેલડી માતાજીના મંદિરે કંકુ પગલા પડયા ? ભાવિકો ઉમટ્યા

 વઢવાણ, તા. ૨૫ :. ૧૫૦ વર્ષ પહેલા - ભોગાવો નદીનો તટ અને પટ બન્ને વિશાળ માત્રામાં વઢવાણમા જોવા મળતા હતા ત્યારે આજથી ૧૦૦ વર્ષ પહેલા વઢવાણના આ ભોગાવા નદીના કાંઠે કચરા ભાયા નામના ભાદર કઠીયા ઘાંચી મુસ્લિમ સૈનિક હતા અને વાલ્મીકી સમાજના મસાણ તરફ જતા હતા. આવા જ સમયે મેલડી માતાજીએ દર્શન આપ્યા હોય એવો ભાસ અહેસાસ થયો હતો.

મેલડી માંના ભકતજનો દરરોજ સવાર-સાંજ નદીના કાંઠે દર્શન કરવા માટે જતા હતા. વઢવાણના ભોગાવા કાંઠાના તટ ઉપર મહાવીર ભગવાન સ્વામીના પગલા જે સ્થળે પડયા છે તે જ સ્થળની બાજુમાં જ મેલડી માતાજીની સ્થાપના કરાતા સમયાંતરે આ સ્થાનક કચરા ભાયા (ભાદર કઠીયા) ઘાંચી મુસ્લિમ સમાજના મેલડી માં કહેવાયા અને ઓળખાયા હતા. ત્યાર બાદ કચરા ભાયાના પરિવારે મેલડી માં તરીકે પ્રખ્યાત મંદિર બનાવ્યુ છે. હાલમાં કચરા ભાયાની ત્રીજી પેઢી આ જગ્યા ઉપર વારસદાર રહેલી છે. રસિદ બાબુભાઈ કાપડીયા માતાજીની સેવાપૂજા કરતા હતા. માતાજીના મંદિર પાસે કંકુ પગલા કુમકુમ સાથેના જોવા મળ્યા છે. જેમા તપાસ કરતા માતાજીના નીચેના મઢથી ઉપરના મંદિર સુધી કંકુ પગલા જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા ત્યારે વાત વાયુવેગે ફેલાતા વઢવાણના ભોગાવા નદીના કાંઠે કચરા ભાયાની વાડી ખેતરમાં માંના મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ છે અને હાલમાં આ કંકુ પગલા જોવા જાણવા મળી રહ્યા છે ત્યારે ભાવિકો ભીડ સાથે દર્શન કરવા ઉમટી પડયા છે.

(4:29 pm IST)