Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

માળીયાહાટીનાના કડાયામાં જુગાર રમતા પ શખ્સો ૩.૭૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

 જુનાગઢ તા.રપઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે ક્રાઇમબ્રાન્ચ ઇચા. પોલીસ ઇન્સ.શ્રી આર.કે. ગોહિલ તથા શાખા પો.સ્ટાફ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પો.કોન્સ. સાહિલભાઇ સમા તથા પ્રવિણભાઇ બાબરીયાને અગાઉથી ચોક્કસ હકીકત મળેલ હોય કે, માળીયા હાટીના તાબેના કડાયા ગામના ઉકાભાઇ અરજણભાઇ ડઢાણીયા પટેલ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલના રૂપિયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકીકત આધારે આજ તા. રપ-૩-૧૯ના રોજ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઉકાભાઇ અરજણભાઇ ડઢાણીયા પટેલ રહે. કેશોદ વાળા સહીત કુલ ૪ પુરૂષોને જુગાર રમતા રોકડા રૂ. ૬૯,૮૫૦/- તથા નાલના રૂ. ૧૫૦૦/- તથા મો.ફોન-પ કિ.રૂ. ૪૦૦૦/- તથા ફોર વ્હીલ-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા જુગારના સાહિત્ય મળી કુલ કિ.રૂ. ૩,૭૫,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી માળીયા હાટીનામાં ફરિયાદ કરી છે.

આ કામગીરીમાં ક્રાઇમબ્રાન્ચના ઇન્ચા. પો.ઇન્સ. આર.કે. ગોહિલ પો.સબ. ઇન્સ. એન.બી. ચૌહાણ, પો.હે.કો. એચ.વી. પરમાર, બી.કે. સોનારા, પો.કો. સાહીલ સમા, પ્રવિણભાઇ બાબરીયા, યશપાલસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, દાનભાઇ કાંબલીયા, ડાયાભાઇ કરમટા, વિપુલસિંહ રાઠોડ, કનકસિંહ ગોહિલ, જીતેશ મારૂ તથા ડ્રાઇવર પો.કોન્સ. માનસિંગભાઇ બારડ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(૧.૨૩)

(3:49 pm IST)