Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઓખામાં સ્કાઉટ ગાઇક કેમ્પ યોજાયો

ઓખા : સ્કાઉટ ગાઇડ કેમ્પનું આયોજન કરેલ. ઉદઘાટન હરીહર જીવદયાના પ્રણેતા જગદીશભાઇ શાસ્ત્રીના હસ્તે કરાયુ હતુ. મુખ્ય મહેમાન તરીકે ઓખા હાઇ સ્કુલના પ્રિન્સીપાલ જે.બી.જાડેજા, ફેસીરીઝ મુકેશભાઇ પટેલ, પ્રેસ પ્રતિનિધિ હરેશભાઇ ગોકાણી રહ્યા હતા. કેમ્પના મુખ્ય સંચાલક ભીખાલાલ સીદપુરા, યોગેન્દ્રસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું સ્કાફથી સ્વાગત કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સ્કાઉટ ગાઇડને કેમ્પની સમજ આપી હતી. આ કેમ્પમાં ગુજરાતના જુદા જુદા જીલ્લાઓ જેમ કે મહેસાણા, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, કચ્છ અને રાજકોટ માંથી કુલ ૧૫૦ સ્કાઉટ ગાઇડ બાળકોએ ભાગ લીધો હતો અને આજે પ્રથમ દિવસે લાઇટ હાઉસ દીવાદાંડીની મુલાકાત લીધી હતી તથા દરરોજ જૂદા જૂદા સ્થળો જેવા કે નેવી, કોસગાર્ડ તથા બેટ ટાપુ અને ઓખાના દરિયા ચોપાટીની મુલાકાત લેશે. કેમ્પમાં જનાર્દનભાઇ પંડીયા, સ્ટેટ ચીફ કમિશન અને મનીષકુમાર મહેતા સ્ટેટ સેક્રેટરીએ બાળકોને શુભકામના પાઠવી હતી તથા આભારવિધિ યોગેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. કેમ્પમાં જોડાયેલ યુવક યુવતીઓ તસ્વીરમાં નજરે પડે છે.

(11:56 am IST)