Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

માળીયામિંયાણાના જુના હંજીયાસર ગામે મહીલા સંગઠનના સહયોગથી પોષણ પખવાડીયાની ઉજવણી

માળીયામિંયાણા, તા.૨૫:- માળીયા વાંઢ વિસ્તારમાં ઈન્ચાર્જ ટી.ડી.ઓ અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકોને પોષણ આહાર અંગેની માહિતી આપી હતી

માળીયામિંયાણાના જુના નવા હંજીયાસર અને વાંઢ વિસ્તારમાં પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત માળીયા મહીલા શકિત સંગઠનના સહયોગથી અને આઈસીડીએસ દ્યટક દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી જેમા જુના નવા હંજીયાસર ગામે જખરીવાંઢ વિસ્તારના આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા પોષક પખવાડીયાની ઉજવણી કરી હતી.

આ તકે માળીયા ઈન્ચાર્જ ટી.ડી.ઓ એચ.વી.રાંકજા તેમજ આઈસીડીએસ વિભાગના કર્મચારી સહિત મુખ્ય સેવીકાઓ સાથે આંગણવાડી વર્કરોએ હાજરી આપી ગામની હક્ક ધારક માતા કિશોરી અને બાળકો વડીલોને પોષણ આહારનુ આપણા જીવનમાં કેટલુ મહત્વ છે તેના વિશે માર્ગદર્શન આપ્યુ હતુ જેમા બહોળી સંખ્યામાં નાના મોટા બાળકો બહેનો ઉપસ્થિત રહ્યા હતા

 મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કર બહેનોએ પોષણ અંગે જાગૃતતા લાવવા વાંઢ વિસ્તારના લોકોને દ્યરના સભ્યો નાના બાળકો કેવી રીતે તંદુરસ્ત રહે અને કેવુ જીવન જીવવુ અને કુપોષણને નાબુદ કરવા વિવિધ પ્રકારના પોષણ યુકત આહારનુ આપણા જીવનમાં કેટલુ મહત્વ છે તે અંગે હંજીયાસર વાંઢ વિસ્તારના લોકોને માહિતગાર કર્યા હતા તેમજ બાળકો બહેનો વડીલોને પ્રેકટીકલી આહારનુ પ્રદર્શન દ્વારા સમજાવી ખાસ જાગૃત કર્યા હતા.

 ૧૧થી ૧૮વર્ષની કિશોરીઓ તથા સગર્ભા બહેનો અને અન્ય લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો પોષણ પખવાડીયાની યોજના અંતર્ગત આરોગ્ય અને પોષણ અને આંગણવાડી કેન્દ્રમાંથી મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી આ તકે આઈસીડીએસના મુખ્ય સેવીકા અલ્પાબેન દ્વારા આરોગ્ય અને પોષણલક્ષી આંગણવાડી દ્વારા મળતા પોષણ હક્કોની માહિતી આપી બાળકોને નિયમિત પૂરક પોષણ આહાર મળે અને બાળકો દરરોજ આ આહારનો લાભ લે તેવી સમજ અપાઈ હતી.

 આ કાર્યક્રમ અંતર્ગત અનેક લોકોએ લાભ લઈ જાણકારી મેળવી હતી.

(11:55 am IST)