Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કોટડાસાંગાણીના રામોદની ગ્રામ પંચાયતે ઠરાવ કર્યાને પાંચ વર્ષ વીતી જવા છતા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતીમા મુકવામા ઢિલી નીતી

કોટડાસાંગાણી, તા.૨પઃ કોટડાસાંગાણીના રામોદ બસ સ્ટેન્ડ નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા મુકવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યાને પાંચ વર્ષ વીતી જવા છતા કોઈ કામગીરી નહી થતા કલેકટરને રજુઆત મનસુખભાઈ રાઠોડ દ્વારા કરાઈ છે.

ભારત દેશનુ બંધારણ કરવામાં ડો. બાબાસાહેબ આંબેડકરનો સીંહ ફાળો રહ્યો છે. તેથી તેનુ આદર અને સન્માન કરવુ તે સૌ ભારતીયની ફરજ બને છે. ત્યારે આ મામલે કોટડાસાંગાણીના રામોદની પરીસ્થિતિ કઈ અલગ હોઈ તેમ લાગી રહ્યુ છે. રામોદ ગ્રામ પંચાયત પોતાની કામગીરીથી સતત વીવાદો સપડાતી રહે છે. ત્યારે ફરી એક વખત વિવાદ અંગે કલેકટર સુધી રજુઆત પહોંચતા તાલુકાભરમા ચર્ચાનો વીષય બનવા પામ્યો છે. રામોદ ગ્રામ પંચાયત દ્વારા ૨૫-૩-૨૦૧૩ના રોજ બસ સ્ટેન્ડ પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા મુકવાનો ઠરાવ કરવામાં આવ્યા બાદ ફકત આ ઠરાવ જ્ઞાતી પ્રત્યે કિન્નાખોરી રાખી કાગળ પરજ રાખવામા આવ્યો છે. ઠરાવ થયાને પાંચ વર્ષથી વધુનો સમય વિતીજવા છતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ પ્રકારની પ્રતીમા મુકવા અંગેની કામગીરી નહી કરવામાં આવતા દલીત સમાજમા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આર ટી આઈ એકિટવિસ્ટ મનસુખભાઈ રાઠોડ દ્વારા કલેકટરને આ મામલે લેખીત રજુઆત કરેલ છે કે લાંબો સમય વીતી જવા છતા ગ્રામઙ્ગ પંચાયત દ્રારા કોઈ કામગીરી કરાઈ નથી જો આ મામલે ગ્રામ પંચાયત અથવાતો તાલુકા પંચાયત પોતાના ભંડોળમાથી બાબા સાહેબની પ્રતીમા મુકવા અંગે સક્ષમ ન હોઈતો અમે લોકફાળામાથી પણ પ્રતીમા મુકવા તૈયાર છીએ પરંતુ આ મામલે ગ્રામ પંચાયત દ્રારા કોઈ યોગ્ય જવાબ આપવામા ન આવતા જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરાઈ છે.

(11:53 am IST)