Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જામજોધપુરની ગાંધીયાણા સામમાં જુગાર દરોડો

જામનગર તા.૨૫: રેન્જમાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્વારા આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા તથા ટીમને જુગાર અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે આર.આર.સેલના પોલીસ સ્ટાફની હકીકત આધારે રામદેવસિંહ ઝાલા, તથા કમલેશભાઇ રબારીનાઓએ જામજોધપુરના ગાંધીયાણા સીમમાં આવેલ શેલુ (વોકરા)માંથી જાહેરમાં ગંજીપતા વડે રમાતો જુગાર શોધી કાઢી રોકડ રૂા.૧૨,૭૫૦ તથા ચાર મો.સા.મળી કુલ રૂ.૧,૩૨,૭૫૦ના મુદામલ સાથે (૧)અરજણભાઇ મુળુભાઇ લુણી રબારી ઉવ.૩૮ ગામ વસંતપુર જામજોધપુર, (૨)અરવીંદભાઇ નાથાભાઇ ગામી પટેલ ઉવ.૬૦ રહે.હનુમાન મંદીર પાસે જામજોધપુર, (૩)દીનેશ ગોર્ધન વાછાણી પટેલ ઉવ.૫૧ રહે.રામવાડી જામજોધપુર (૪)રાજેન્દ્ર લખમણભાઇ જાવીયા પટેલ ઉવ.૫૦ રહે.મોટી હવેલી જાવીયાડેલી જામજોધપુર, (૫)પ્રવિણભાઇ ગોવીંદભાઇ સાપરીયા પટેલ ઉવ.૬૦ રહે.પોલીસ ચોકી પાસે જામજોધપુરને પકડી પાડેલ છે.(૧૭.૨)

(11:46 am IST)