Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઉનાની ખાડીમાં ૧,૨૦, લાખનો દારૂ ઝડપાયો

 

ઉના, તા.૨૫: નવાબંદર મરીન પોલીસને ખાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૨૪૦૦  કિ.૧,૨૦ લાખનો પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી સુભાષ ત્રિવેદી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સૂચના તથા ચૂંટણી અનુસંધાને કડક હાથે કામ લેવાની ઝુંબેશ હેઠળ ઉના નવાબદર મરીન પોલીસના પીએસઆઇ મંધરા સા તથા પ્રવિણ સિંહ મોરી તેમના સ્ટાફ બિ.જે ગોહીલ હેડ કોસ્ટેબલ એસ બિ છેલાણા કનકસિંહ તથા ગોવિંદ કરસન મેર સંદીપ બાબુભાઈ મોહન નારણભાઈ ભાવેશભાઈ કરસનભાઈ વગેરે સ્ટાફ સાથે રાખીને પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે ચીખલી ગામે રહેતા ભાવેશભાઈ પાંચાભાઇ હીરા ભાઈ આ બંને દીવ દરિયાઈ ખાડીમાંથી હોડી મારફતે દારૂનો જથ્થો ભરી દાડમ કાદે કોબ ગામના સ્મશાનમાં તેમના માણસ મારફતે મંગાવેલો તેવી હકીકત મળેલ અને રેડ કરતાં દારૂ હોંડા માંથી બોટલ નંગ ૨૪૦૦ કિંમત રૂપિયા ૧૨૦૦૦૦ તથા હોડી કુલ મુદ્દામાલ ૧૪૫૦૦૦ પકડી પાડીને આરોપી શામજીભાઈ નથુભાઈ સોલંકી જાતે મોયલાકોળી પુરી જલારામ સોસાયટી વણાકબારા દીવ ધોરણસર કાર્યવાહી કરી એ પકડી પાડેલ.

(11:45 am IST)