Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પોરબંદરઃ ડાંડીયારાસની રમઝટ સાથે મતદાર જાગૃતિ અભિયાનઃ

પોરબંદર લોકસભા મત વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઝૂંડાળા વિસ્તારમાં મહેર રાસની રમઝટ સાથે EVM-VVPAT નિદર્શન યોજાયુ હતું. મહેર સમાજ ઝૂંડાળા ખાતે મતદારોને મતદાનના મહત્વની સમજણ આપવા સાથે ડેમો મતદાન પણ કરાયું હતું. મહેર સમાજનાં-યુવાનો વડિલો આ કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક સહભાગી થયા હતા. વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખુંટી પણ ઉપસ્થિત રહી મતદારોને મતદાન માટે અપીલ કરી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:35 am IST)