Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ હટાવવા અનેક રજૂઆતો છતાં પગલા નહી : આંદોલનની ચીમકી

મોરબી તા. ૧૫ : સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી પાસેની સોસાયટીની ખુલ્લી જગ્યામાં દબાણ ખડકી દીધા હોય જે સરકારી જમીન પરના દબાણો હટાવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

રામદેવનગરનાં રહેવાસી પ્રવીણભાઈ મુળજીભાઈ રાઠોડે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે આ વિસ્તારમાં ૩૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે રામદેવનગર અને ઉમિયાનગર વિસ્તારને લાગુ પડતો સરકારી પડતર જમીન આશરે ૭ થી ૮ વીઘા સાર્વજનિક ઉપયોગ હેતુ રહેલો છે જેમાં લગ્નપ્રસંગ અને પાર્કિંગ તેમજ સામાજિક કાર્યક્રમો માટે ઉપયોગ કરાય છે. આ ખુલ્લી સરકારી જગ્યામાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવેલ છે અને વીસેક દિવસથી સરકારી જમીન પર બહારના ઈસમો દ્વારા ફેન્સીંગ વાડ કરી કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે. પોલીસ ફરિયાદ દાખલ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે ૧૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે ત્યારબાદ ઉચ્ચ કક્ષાએ આવેદનો આપી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.(૨૧.૪)

(10:18 am IST)