Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

દ્વારકામાં ૮ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દેવભૂમિ દ્વારકા તા.૧૫ : રાજય સરકાર દ્વારા દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ પહેલા ફકત અમદાવાદ ખાતે યોજાતો હતો જેને ફકત અમદાવાદના લોકો જ માણી શકતા હતા. રાજય સરકાર દ્વારા હવે આ ઉત્સવને જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઉજવવામાં આવી રહયો છે. જેને કારણે સમગ્ર ગુજરાતના લોકો આ ઉત્સવમાં સામેલ થઇ દેશ-વિદેશના પતંગબાજોના પતંગ કૈવતને નિહાળી શકે અને વિદેશના પતંગબાજો ગુજરાતના પતંગબાજોની ટેકનીક અને કૈવત લઇજઇ સંસ્કૃતિની આપલે કરે છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીના અનુસંધાને જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી, સભા ખંડ ખંભાળીયા ખાતે મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી જે.આર.ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં યોજાનાર પતંગ ફેસ્ટીવલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે રૂક્ષમણી મંદિર પાસે, હેલીપેડ ગ્રાઉન્ડમાં તા.૮ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે યોજાનાર છે. આ તકે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે કાઇટ ફેસ્ટીવલને લગતા વિવિધ મુદાઓ જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમ, કાઇટ માટેના સ્ટોલ, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં  દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલ, અધિક કલેકરટશ્રી એ.પી.વાઘેલા, એ.એસ.પી. સુંબે, પ્રાથમિક શિક્ષક અધિકારીશ્રી વાઢેર, આર. એન્ડ બી.ના પરમાર, દ્વારકા ચિફઓફિસરશ્રી ડોડીયા, દ્વારકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, સમન શાખાના પટેલ અને તોરલ હોટલના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

જિલ્લા કક્ષાએ ખેલમહાકુંભમાં વિજેતા ખેલાડીઓએ પુરસ્કાર માટે ફોર્મ ભરવા

ખેલમહાકુંભ-૨૦૧૮માં દેવભુમિ દ્વારકા જિલ્લાકક્ષા એ વિજેતા થયેલા તમામ ખેલાડીઓને જણાવવામાં આવે છે કે ખેલમહાકુંભ ની કામગીરી પૂર્ણ થવાની હોય તો જે-તે રમત ના ખેલાડીઓ કે જે જિલ્લાકક્ષાની રમતો માં જે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ હોય અને વિજેતા પુરસ્કાર મેળવવા માટે ફોર્મ ભરેલ ના હોઈ કે ભુલી ગયેલ હોય તેવા ખેલાડીઓએ ફોટો આઈ.ડી/ખેલમહાકુંભનો યુ આઈ ડી (કે એમ કે આઈડી) નંબર/પાસ બુકની ઝેરોક્ષ/મોબાઇલ નંબર દેવાના બાકી હોય તો તેઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા ખાતે પહોંચાડવાની રહેશે. તેમ રમત ગમત અધિકારીશ્રી રાવલીયાની યાદીમાં જણાવામાં આવે છે.

(10:13 am IST)