Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાણી સમિતિની બેઠકમાં પ્રશ્નો ચર્ચાયા

પાણી પુરવઠા સચિવ જે.પી.ગુપ્તાએ જિલ્લાની માહિતી એકત્ર કરી

જામનગર તા. ૧૫ : જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની પાણી સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી જે.પી.ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના શહેર નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

 આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યુ કે, જામનગર જિલ્લાના ગામોમાં કે જયાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવામાં આવેલ છે. આ બેઠકમાં સ્વાગત પ્રવચન કરતાં  કલેકટરશ્રી રવિશંકરએ સૌને આવકારીને વિડીયો પ્રેઝનટેશન દ્વારા જિલ્લાના ડેમોમાં રહેલ પાણીની પરિસ્થિતી અંગેની વિગતો રજુ કરેલ હતી. પાણી પુરવઠાના અગ્ર સચિવશ્રી જે.પી.ગુપ્તાએ નર્મદા ડેમ આધારીત પાણીની વિગતો, તાલુકાવાર પાણીની જરૂરીયાત અંગેની વિગતો, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પાણીની જરૂરીયાતની વિગતો મેળવી જરૂરી સુચનો કરયા હતા. ઉપસ્થીત રહેલ અધિકારીઓને માર્ગદર્શન આપેલ હતુ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ચોરીને રોકવા શખતાઈથી પગલા લેવા લ્ય્ભ્ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ સુચન કરેલ હતુ.

બેટ દ્વારકામાં પાણીની જરૂરીયાત અને ચીફ ઓફીસર દ્વારા જરૂરી માર્ગદર્શન અગ્ર સચિવ પાસે માંગવામાં આવેલ હતું. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી ડોડીયા, જામનગર મહાનગર પાલીકાના કમિશનરશ્રી બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી કોટા તેમજ દેવભૂમિ દ્વારકાના શ્રી રાજયગુરૂ, ચીફ ઓફીસર તથા બન્ને જિલ્લાની પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:04 am IST)