Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

છેલ્લા ચાર વરસથી ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ભાવનગર એસ.ઓ.જી.એ સથરા ચોકડી પાસેથી ઝડપ્યો

ભાવનગર :છેલ્લા ચાર વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રમેશ વાઘેલાને ભાવનગર એસઓજીએ સથરા ચોકડી પાસેથી ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે

  તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 આ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણીને સંયુકતમાં મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૦૩/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૪૭ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ વેરશીભાઇ વાધેલા (જાતે-દે.પુ.) ( ઉ.વ.૩૦) ( ધંધો-મજુરી રહેવાસી ગામ- ગરીપરા તા.ઘોઘા જી.ભાવનગર  હાલ રહે- રાજકોટ હાજી ડેમ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઝુપડપટ્ટીમાં જી.રાજકોટ ) સથરા ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી આસી.સબ ઇન્સ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ.મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણી તથા શરદકુમાર ભટ્ટ  તથા હારીતસિંહ ચૈાહાણ જોડાયા હતા.

(11:47 pm IST)