Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ટંકારા : ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરી સોનાના બિસ્કીટની લાલચ આપી ૩.૫૦ લાખની છેતરપીંડી

મોરબી,તા. ૩૧: ટંકારાની લજાઈ ચોકડી નજીક હરિયાણા એક વ્યકિતને વિશ્વાસમાં લઈને ૧૦૦ ગ્રામ બિસ્કીટ આપવાનું કહીને ૩.૫૦ લાખ રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોધાઇ છે.

હરિયાણાના રેવાડી જીલ્લાના ગોલીયાકા ગામે રહેતા સુમેરસિંગ શયોચંદ લાંબા સાથે હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈ મકવાણાને ફેસબુક એપ્લીકેશનના માધ્યમ દ્વારા ફ્રેન્ડશીપ થતા આરોપી હસમુખ મકવાણાનો મિત્ર રાહુલએ ફરિયાદી સુમેરસિંગને આરોપી હસમુખ સાથે ફોનમાં વાત કરાવી વિશ્વાસમાં લઇ ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ ૩,૫૦,૦૦૦માં આપવાનું કહી આરોપીઓએ ફરિયાદી સુમેરસિંગને લજાઈ ચોકડી પાસે બોલાવીને પોતાની ગાડીમાં બેસાડી આગળ જઈ આરોપી હસમુખે સોનાનું બિસ્કીટ બતાવી ૩,૫૦,૦૦૦ લઇ સોનાનું બિસ્કીટ ન આપી બંને આરોપીએ છેતરપીંડી કરી નાશી ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)
  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST