Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

જામનગર જીલ્લાના જીરાગઢ ગામે પતિ સાથે કામ બાબતે બોલાચાલી થતા પત્નિનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા૩૧: જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા મીઠાભાઈ ભુરાભાઈ અધારીયા ઉ.વ. ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૩૦ ના રોજ તેમની પત્નિ જયશ્રીબેન સાથે પતિ મીઠાભાઈને કામ બાબતે બોલાચાલી થતા પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ધ્રોલ સરકારી દવાખાને સારવારમાં લઈ જતાં તેમજ વધુ સારવાર અર્થે જામનગર લઈ આવતા ફરજ પરના ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી.

કનસુમરામાં જુગાર રમતા દસ ઝડપાયા

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પરેશભાઈ અમૃતલાલ ખાણધર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૦–ર૦ર૦ના એસ્સાર પંપ થી પાછળ કાનસુમરા ગામના સર્વે નંબર માં આવેલ એવર ગ્રીન બ્રાસ કારખાનાની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં જાહેરમાં આ કામના આરોપીઓ મનોજ ઉતમસિંહ જાટવ, વિજય ભૈયાલાલ જાટવ, પ્રમોદ ગોટીરામ જાટવ, ચન્દ્રભાન હરગોવિંદ જાટવ, હરીસિંહ મોતીલાલ જાટવ, દિપક હરગોવિંદ જાટવ, વિમલ રામપ્રકાશ જાટવ, રાજકુમાર પાતીરામ જાટવ, રાકેશ ભગવાનદાસ જાટવ, અરવિદ હરપ્રસાદ જાટવ, રે. દરેડ ગામવાળા ગંજીપતાના પાના વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧રપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૦–ર૦ર૦ના ગુલાબનગર, નારયણનગરના ઢાળીયા પાસે, જાહેરમાં આરોપી સંજય રામચંદ્રભાઈ જગદાલે, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ, બોલપેન તથા રોકડા રૂ.પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રનફેરનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબ્બતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૦–ર૦ર૦ના રવરાય ડેરી પાસે આવેલ શ્રીનાથ ઈલેકટ્રીક નામની દુકાન બહાર, જાહેરમાં આરોપી ધર્મેશ ઉર્ફે કાલી અરૂણભાઈ રાવલ, જાહેરમાં ઉભો રહી દુકાનમાં આવેલ ટી.વી. મા સ્ટાર સ્પોર્ટ વન ચેનલમાં યુ.એ.ઈ.ના આબુધાબીમા ચાલતા આઈ.પી.એલ. ક્રિકેટ ટુનામેન્ટ ના કિંગ ઈલેવન પંજાબ તથા રાજસ્થાન રોયલ ટીમ વચ્ચે રમતા ર૦–ર૦ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી મેચના રનફેર તથા હારજીત ના સોદાઓ પાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ. ૯૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી મસ્તરામ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શંકર ટેકરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર : સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૧૦–ર૦ર૦ના શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. ર, ભાણુભાની દુકાન પાસે, જાહેરમાં આરોપી રણજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, જયદીપસિંહ ચતુરસિંહ ચૌહાણ, વિપુલભાઈ શાતીલાલ રીબડીયા, હુશેનભાઈ અબ્બાસભાઈ બ્લોચ, કાનજીભાઈ રમેશભાઈ જાખીલીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.૧૬,૬૭૦/– તથા મોબાઈલ નંગ–પ કિંમત રૂ.૭,૦૦૦/– મળી કુલ રૂ.ર૩,૬૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તળાવમાં ડુબી જતા વૃઘ્ધનું મોત

અહીં સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રહેતા રમેશભાઈ ગોગારામભાઈ ડાભી, ઉ.વ.૩૦ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦–૧૦–ર૦ર૦ના આ કામે મરણજનાર ગોવિંદભાઈ સવિદાસ ડાભી, ઉ.વ.પ૦, રે. પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગરવાળા અગમ્ય કારણોસર તળાવના પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે.

(12:50 pm IST)
  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST