Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કેશોદ તાલુકાના ટીટોડી ગામે વાસ્મો યોજના અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત

કેશોદ :  જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના ટીટોડી ગામે જિલ્લાના સી. એન. મિશ્રા તથા તાલુકા વિકાસ અધિકારી અર્પણભાઈ ચાવડા તેમજ વાસ્મોના સંજયભાઈ ખીમાણી અને નિકીતાબેન એમ.કણસાગરા આસી. મેનેજર તેમજ તલાટી મંત્રી કરંગીયા સાગરભાઇ તેમજ સરપંચ  ઉષાબેન કમલેશભાઈ માકડીયા તેમજ આગેવાનો સભ્યોની હાજરીમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ રાજય સરકારની વિવિધ યોજના તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનું conveyance  કરી ટીટોડી ગામ ને આદર્શ ગામ બનવા માટે ગામની મૂળભૂત જરૂરિયાતના કામો જેમ કે પીવાના પાણી વાસ્મો યોજના હેઠળ મંજૂર થયેલ કામની અંદાજિત ૧૭.૧૪ લાખના કામો તેમજ ગટર રોડ રસ્તા સ્ટ્રીટલાઈટ વગેરેના અંદાજિત ૪૦ લાખની રકમના વિકાસના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટીટોડી ગામે થનાર આ વિકાસ કામોને ગામ લોકોએ આવકારેલ છે

(12:43 pm IST)