Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સૌરાષ્ટ્રભરમાં સાદગીભેર ઇદેમીલાદ ઉજવાઇઃ જુલુસ મોકુફ રહેતા લોકો કબ્રસ્તાનમાં શ્રાધ્ધતર્પણ માટે મોટી માત્રામાં ઉમટી પડયા

દરેક લતાઓ આખો દી' પૈગમ્બર જયંતીના નાદથી ગૂંજી ઉઠયાઃ કેક કાપી મીઠાઇ વિતરણ કરાઇઃ સર્વત્ર ગાઇડ લાઇનનું પાલન કરાયંુ: ચોટીલામાં ટુંકુ જૂલૂસ નિકળ્યું: ધોરાજીમાં દુઆ કરાઇ

નાનુ જુલુસ નિકળ્યું: ચોટીલાઃ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ચોટીલા ની મુખ્ય બજારો માં કાઢવામાં આવતું ઝુલુસ નો રૂટ ટૂંકાવીને જુમ્મા મસ્જિદ થી પગપાળા જ ચોટીલા કબ્રસ્તાન સુધી કરવામાં આવ્યો હતો. અને કબ્રસ્તાનમાં જઈને કોરોના નામની બીમારી નો ખાત્મો થાય અને એની રસી મેળવવામાં સફળતા મળે તેવી દુઆ કરવામાં આવી હતી જુમ્મા મસ્જિદ ને રોશનીથી શણગારવા માં આવી હતી.

રાજકોટ, તા., ૩૧: ગઇકાલે ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક, પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતી ઇદે મીલાદ સૌરાષ્ટ્રભરમાં સાદગીભેર ઉજવવામાં આવી હતી અને સર્વત્ર ગાઇડ લાઇનનું પાલન કરી જાહેરમાં યોજાતા જુલૂસો મોફુક રાખવામાં આવ્યા હતા.

બીજી તરફ દર વર્ષે જુલૂસો યોજાતા હોઇ મુસ્લીમ બિરાદરો તેમાં મોટી માત્રામાં જોડાતા હોય છે પરંતુ આ વખતે જુલૂસો નહી યોજાતા લોકો કબ્રસ્તાનોમાં મોટી સંખ્યામાં શ્રાધ્ધ તર્પણ માટે ઉમટી પડયા હતા. જો કે દર વર્ષે ઇદે મીલાદમાં લોકો જુલૂસમાં જોડાઇ જતા હોય છે. પરંતુ પ્રથમ જ વાર એવી ઘટના ઘટી છે કે ઇદે મીલાદના દિવસે લોકો વધુ માત્રામાં કબ્રસ્તાનમાં શ્રાધ્ધ તર્પણ માટે ઉમટી પડયા હતા.

આ ઉપરાંત જુલૂસની પ્રવૃતિઓ ગઇકાલે શકય નહી થતા જે તે મુસ્લીમ વિસ્તારોમાં શણગાર કરાયા હતા અને આખો દિ' કેક કાપી ઉપરાંત નિયાઝ સહીતના વિતરણ કાર્યક્રમો યોજાયા હતા અને રાબેતા મુજબ મુસ્લીમ સમાજ ઇદે મીલાદના ઉત્સાહમાં ઓતપ્રોત થઇ ગયો હતો. 

ધોરાજી

ઇસ્લામ ધર્મ ના સ્થાપક અને માનવતાના મસીહા અને શાંતિ નો સંદેશ આપનાર અને ભાઈચારા ની શીખ આપનાર એવા મોહમદ પેયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ધોરાજી માં સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના નું સંક્રમણ ના ફેલાઇ એવા હેતુ થી મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાંઆવી હતી સમગ્ર શહેરને રંગબે રંગી લાઈટિંગ ની રોશની થી શણગારવામાં આવ્યું હતું દરગાહ ઈબાદત ગાહ અને મસ્જિદ ખાન કાહને પણ રંગબેરંગી લાઈટિંગ ની રોશની થી શણગારવામાં આવી હતી સમૂહ નિયાજ અને જુલૂસ સહિત ના ધાર્મિક કાર્યક્રમો હાલ ની સ્થિતિ ને લઈ અને સરકાર ની ગાઈડ લાઇન મુજબ રદ કરવામાં આવ્યા હતા અને સાદગી પૂર્વક ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવી હતી.

ઈદ એ મિલાદ નિયમિત સૌરાષ્ટ્ર મત્ત્।વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી અનવર શાહબાપુ રફઈ ( બિલ્ડર) મેમણ મોટી જમાત ના પ્રમુખ હાજી અફરોજ ભાઈ લકડ કુટ્ટ! પૂર્વ નગર પતી કાસમ ભાઈ કુરેશી સહિતનાઓ એ લોકોને મુબારક બાદ પાઠવી હતી

આ તકે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જેતપુર ના એ એસ પી સાગર કુમાર બાગમારના સુપરવિઝન સાથે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા પી એસ આઈ નયનાબેન કદાવાલા અને સમગ્ર પોલીસ સ્ટાફે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરેલ હતું અને સુંદર બંદોબસ્ત ગોઠવેલ હતો આં તકે પોલીસ અધિકારીઓ નું મુસ્લિમ આગેવાનો એ આભાર વ્યકત કરેલ હતો.

(11:41 am IST)