Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ : ઇન્દીરા ગાંધીની પુણ્યતિથી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીના કારણે સાદાઇથી પુષ્પાંજલી અર્પણ

રાજકોટ,તા. ૩૧: લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે શનિવારે જન્મજયંતિ છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની આજે પુણ્યતિથી છે.

કોરોના મહામારીના કારણે આ વખતે સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. માત્ર સાદગીપૂર્વક પુષ્પાંજલી અર્પણ કરીને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલનો ઉછેરગુજરાતનાકરમસદગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓમહાત્મા ગાંધીનાકામ અને વિચારધારાથી દ્યણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણેઇન્ડિયન નેશનલ કોંગ્રેસનુંનેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય દ્યટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણેભારત છોડો આંદોલનમાંઆગળ પડતો ભાગ ભજવ્યો હતો.

ઇન્દીરા ગાંધી

ઈન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ઈન્દિરા ૧૯૪૧માં ઓકસફર્ડ યુનિવર્સિટીથી ભારત પાછા ફર્યાં બાદ, ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.

૧૯૫૦ના દાયકામાં ઈન્દિરાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે રહીને અનૌપચારિક ધોરણે તેમની અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. ૧૯૬૪માં તેમના પિતાના અવસાન બાદભારતના રાષ્ટ્રપતિએતેમનેરાજય સભાનાસદસ્ય તરીકે નિમણૂક આપી હતી. ઈન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકેલાલ બહાદુર શાસ્ત્રીનીકેબિનેટના મંત્રી બન્યા હતાં.

શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારનીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાપ્રમુખ કે. કામરાજની મુખ્ય ભૂમિકા હતી. ઈન્દિરાએ થોડાજ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય મેળવ્યો હતો. ૧૯૭૫માં ઈન્દિરાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, પણ આ સમયગાળામાં પોતાની સત્ત્।ાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. ૧૯૮૦માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, તે પછી પંજાબના ભાગલા અંગે વધતા જતા સંદ્યર્ષમાં ઈન્દિરા સતત ઊંડા ઊતરતાં ગયાં. જેના અંતસ્વરૂપ ૧૯૮૪માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃતિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિતે ભાવનગર સર.ટી. હોસ્પિટલની બ્લડ બેંક ખાતે સવારે ૧૦ થી ૧ રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મંડળના પ્રમુખ ભરત મોણપરાએ ૬૭ મી વાર રકતદાન કર્યું હતું. અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(11:36 am IST)